Home ગુજરાત ઉત્તર ગુજરાત ભુજના માધાપરમાં અચાનક ટ્રકમાં આગ લાગતા બળીને ખાખ, લાખો રૂપિયાનું થયું નુકસાન

ભુજના માધાપરમાં અચાનક ટ્રકમાં આગ લાગતા બળીને ખાખ, લાખો રૂપિયાનું થયું નુકસાન

52
0

ભુજના જોડિયા શહેર માધાપર નજીકના ધોરીમાર્ગ પર રાત્રે આગની ઘટના બની હતી. જેમાં કાર્ગો મોટર પાસેના રવેચી પાર્કિંગમાં ઉભેલા ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી હતી. વાલજી ધનજી ગગલની માલિકીની ટ્રક નંબર (જીજે-12એડબ્લ્યુ-6736) માં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને કરતા ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાઇટરની મદદ વડે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આ સમય દરમિયાન લાખોના કિંમતની ટ્રકમાં ભારે નુકસાન પહોંચ્યું હતું.

સદભાગ્યે અગની આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી નહોતી. આગની ઘટના રાત્રિના બની હતી. બનાવની જાણ થતાં સુધારાઈ હસ્તકની ફાયર ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ કામગીરીમાં ફાયર વિભાગના મામદ જત, પ્રતીક ડી. મકવાણા, રમેશ ગાગલ, વાઘજી રબારી જોડાયા હતા. ફાયર ટીમના પ્રયાસોથી ટ્રકમાં વધુ નુકસાન થતા અટક્યું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાણવડના રાણપુરમાં સગા સાળાઓએ બનેવીને પૈસાની લેતી દેતી બાબતે કુહાડાથી  મોતને ઘાટ ઉતાર્યા
Next articleદેડીયાપાડાનાં વાડવા ગામની આશ્રમ શાળામાં ભણતાં બાળકનો મૃતદેહ મળતાં પિતાએ કરી ફરિયાદ