Home દુનિયા - WORLD દુબઈમાં યોજાયેલા લગ્નનો વીડિયો છે વાયરલ, જેમાં દુલ્હનને સોનાની ઈંટોથી ઝોખવમ આવી

દુબઈમાં યોજાયેલા લગ્નનો વીડિયો છે વાયરલ, જેમાં દુલ્હનને સોનાની ઈંટોથી ઝોખવમ આવી

31
0

ફિલ્મ જોધા અકબરનો એક સીન તો આપને યાદ જ હશે. જ્યારે અકબર સાથે લગ્ન દરમિયાન મહારાણી જોધાને સોના-હીરાની જ્વેલરીથી તોલવામાં આવ્યા હતા. કંઈક આવો જ નજારો પાકિસ્તાનના એક લગ્નમાં જોવા મળ્યો છે. દુબઈમાં યોજાયેલા આ લગ્નનો વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દુલ્હનને સોનાની ઈંટોથી તોલવામાં આવી છે. જો કે આ વાતની પુષ્ટિ થઈ નથી કે, સોનાની આ ઈંટ દહેજમાં આપવામાં આવી છે કે નહીં.

જો કે, ટ્વિટ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયો સાથે કેપ્સનમાં દાવો કર્યો છે કે, દુલ્હનને તોલવામાં માટે જ્યારે સોનાની ઈંટોનો ઉપયોગ કર્યો , તે અસલી સોનુ નથી. આ કેપ્શનમાં લખ્યું છે કે, દુબઈમાં પાકિસ્તાની લગ્નની ઝલક ઈન્ટરનેટ પર ટ્રેંડ કરી રહી છે. દુલ્હનના વજન બરાબર સોનાથી તોલવામાં આવી હતી. પણ સોનુ અસલી નહોતું. ફિલ્મ જોધા અકબરનો એક સીનને લગ્નમાં એક્ટ કરવામાં આવ્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં વર વધુ સ્ટેજ પર આવે છે. આ દરમિયાન એત મોટા ત્રાજવામાં દુલ્હન બેસી જાય છે. તો વલી ત્રાજવાના બીજા ભાગમાં સોનાની ઈંટો રાખવામાં આવે છે. દુલ્હનના વજન બરાબર ઈંટો રાખવામાં આવી છે.

બાદમાં વરરાજો તેના પર પોતાની તલવાર રાખે છે. આ વીડિયોને ઈન્ટરનેટ પર વાયરલ થતાં જોઈને કેટલાય લોકો તેના પર રિએક્શન આપી રહ્યા છે. લોકો આ વીડિયોની ટીકા કરી રહ્યા છે. એક યુઝર્સે કમેન્ટ કરતા લખ્યું કે, આ એકદમ નિંદનીય છે, સંપૂર્ણપણે ક્લાસલેસ છે. આને જોઈને એવું લાગે છે જાણે બજારમાંથી ઝોખીને શાકભાજી લાવ્યા હોય. તો વળી અમુક લોકોએ કહ્યું કે, જો પાકિસ્તાન પાસે આટલું જ સોનું હોય તો, ઘટી રહેલા વિદેશી મુદ્રા ભંડારને ઠીક કરી દેવું જોઈએ. તો વળી અન્ય એકે લખ્યું કે, તલાકને ચાંદીમાં ઝોખશો કે તાંબામાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડિજિટલ લોન માટેની અરજીનો વિકલ્પ અપનાવવામાં કેટલો ફાયદો અને કેટલું નુકસાન છે તે વિષે જાણો..
Next articleસુપ્રીમ કોર્ટનો ચુકાદો, ચૂંટણી કમિશ્નર અને મુખ્ય ચૂંટણી કમિશ્નર, CBI ચીફ માફક થશે નક્કી