Home દુનિયા - WORLD દુબઈમાં ફિલ્મ ‘યોદ્ધા’નું પોસ્ટર લોન્ચ કરાયું

દુબઈમાં ફિલ્મ ‘યોદ્ધા’નું પોસ્ટર લોન્ચ કરાયું

45
0

આઈલેન્ડની ઉપરથી 13 હજાર ફૂટની ઊંચાઈએ ફિલ્મ ‘યોદ્ધા’નું પોસ્ટરને લોન્ચ કરાયું

(જી.એન.એસ),તા.૧૭

દુબઈ,

સિદ્ધાર્થ મલહોત્રાની આગામી ફિલ્મ ‘યોદ્ધા’નું પોસ્ટર 13 હજાર ફૂટની ઊંચાઈથી લોન્ચ કરવામાં આવ્યુ હતું. ફિલ્મના મેકર્સે સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરી આ અંગે માહિતી આપી હતી. તેમાં દુબઈના પામ આઈલેન્ડની ઉપરથી ફિલ્મના પોસ્ટરને લોન્ચ કરતાં સ્કાય ડાઈવર્સ જોવા મળે છે. કરણ જોહરના પ્રોડક્શન હાઉસ દ્વારા ‘યોદ્ધા’નું નિર્માણ થયું છે. તેમાં સિદ્ધાર્થ મલહોત્રાની સાથે દિશા પટાણી અને રાશિ ખન્ના મહત્ત્વના રોલમાં છે. સામાન્ય રીતે રોમેન્ટિક ફિલ્મો બનાવનારા કરણ જોહરે આ વખતે એક્શન પર હાથ અજમાવ્યો છે.

કરણ જોહરની જેમ સિદ્ધાર્થ પણ રોમેન્ટિક ફિલ્મો માટે જાણીતો છે. રોહિત શેટ્ટીની વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સમાં સિદ્ધાર્થે એક્શન રોલ કર્યો હતો. દુબઈમાં 13,000 ફૂટ ઊંચાઈથી પોસ્ટર લોન્ચ કરવા બાબતે સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, આ ફિલ્મ ખૂબ રોમાંચક અને દિલધડક છે. પોસ્ટર લોન્ચની ઈવેન્ટથી તેની શરૂઆત થઈ છે. આગામી સમયમાં વધુ આશ્ચર્યજનક એક્શન જોવા મળશે. સિદ્ધાર્થની આ ફિલ્મ 15 માર્ચે રિલીઝ થઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈટાલીમાં ખેડૂતોનું આંદોલન નિયંત્રણ બહાર થયું, ટ્રેક્ટર સાથે ખેડૂતો રોમમાં પ્રવેશ્યા
Next articleઅભિનેતા અલ્લુ અર્જુને પુષ્પા પાર્ટ 3 વિષે મોટો ખુલાસો કર્યો