Home દુનિયા - WORLD દુબઇથી ભારત સોનાની દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ, કસ્ટમ વિભાગે 92 લાખનું સોનું જપ્ત...

દુબઇથી ભારત સોનાની દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ, કસ્ટમ વિભાગે 92 લાખનું સોનું જપ્ત કર્યું

31
0

(GNS),01

ભારતમાં દુબઈથી દાણચોરી કરી લાવવામાંમાં આવેલા સોનાને ઝડપી પાડવામાં આવ્યું છે. કસ્ટમ વિભાગે 2 દિવસમાં દોઢ કિલોથી વધુ સોનું જપ્ત કર્યું છે. બંને કેસમાં પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ કસ્ટમ એક્ટ 1962 હેઠળ કાર્યવાહી હાથ કરી છે. આ કેસોમાં દાણચોરોએ કસ્ટમ વિભાગને ચકમો આપવા સોનાની પેસ્ટ બનાવીને સોનાની દાણચોરી કરી હતી. પહેલો કેસ 29 ઓક્ટોબરે સામે આવ્યો હતો. કસ્ટમ વિભાગે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 905.4 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું..

સોમવારે 30 ઓક્ટોબરે અમૃતસર કસ્ટમ્સ દ્વારા વધુ એક કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં કસ્ટમ વિભાગે અમૃતસર એરપોર્ટ પરથી 593 ગ્રામ સોનાની દાણચોરી અટકાવી હતી. આ બંને કેસમાં આરોપીઓ દુબઈથી ફ્લાઈટ દ્વારા અમૃતસર પહોંચ્યા હતા. આ બંને કિસ્સામાં સોનાની પેસ્ટ બનાવીને શરીરમાં છુપાવીને લાવવામાં આવી હતી પરંતુ કસ્ટમ વિભાગે સત્વરે ચેકિંગ હાથ ધરતાં સોનાની દાણચોરી પકડવામાં સફળતા મળી હતી..

કસ્ટમ વિભાગે જણાવ્યું હતું કે પોલીસ આ કેસમાં સોનાની દાણચોરી કરતી ગેંગ સામે આગળની કાર્યવાહી કરી રહી છે. બે દિવસમાં જપ્ત કરાયેલા સોનાની કુલ કિંમત 91.92 લાખ રૂપિયા છે.જ્યારે 29 ઓક્ટોબરે કસ્ટમ વિભાગે રૂ. 55.42 લાખનું સોનું જપ્ત કર્યું હતું, આજે સોમવારે કસ્ટમ વિભાગે રૂ. 36.5 લાખનું સોનું જપ્ત કર્યું હતું..

https://www.goldpriceindia.com/ અનુસાર ભારત કરતા દુબઈમાં સોનુ ખુબ સસ્તું મળી રહ્યું છે. 10 ગ્રામ સોનાના ભાવ ઉપર નજર કરીએતો દુબઈમાં 24 કેરેટ 10 ગ્રામ સોનુ 2,417.50 AED અથવા 54,659.00 રૂપિયા જયારે ભારતમાં 61,112 રૂપિયાના ભાવે આજે મળી રહ્યું છે. સત્તાવાર આંકડા અનુસાર દુબઈમાં ભારત કરતા 6450 રૂપિયા સસ્તું સોનુ વેચાય છે. વાયદાબજારમાં 31 ઓક્ટોબરનો રાતે 11.14 વાગ્યાનો ભાવ 60928.00 રૂપિયા હતો જે 352.00 રૂપિયા અથવા 0.57%નો ઘટાડો દર્શાવે છે..

24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે. શુદ્ધ સોનું અથવા 24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધતા દર્શાવે છે અને તેમાં મિશ્રિત અન્ય ધાતુઓ હોતી નથી. સોનાના સિક્કા અને બાર બનાવવા માટે 24 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે. સોના માટે અન્ય વિવિધ શુદ્ધતા છે અને તે 24 કેરેટની સરખામણીમાં માપવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાઇફર કેસમાં ઇમરાન ખાનની મુશ્કેલીઓ વધી, પાકિસ્તાન કોર્ટે 7 નવેમ્બર સુધી સુનાવણી ટાળી
Next articleઝેરોધા ફંડ હાઉસે બે ઇન્ડેક્સ ફંડ્સ લોન્ચ કર્યા, બંને ફંડ માટે અરજીની છેલ્લી તારીખ પણ નક્કી