Home મનોરંજન - Entertainment દુનિયાભરમાં 100 કરોડનો બિઝનેસ કરનારી પહેલી ફિલ્મ 1982માં રિલીઝ થઇ હતી

દુનિયાભરમાં 100 કરોડનો બિઝનેસ કરનારી પહેલી ફિલ્મ 1982માં રિલીઝ થઇ હતી

38
0

(GNS),01

100 કરોડ કમાનારી ફિલ્મની જો વાત સામે આવે તો સૌપ્રથમ બોલીવુડની ખાન ત્રિપુટી આવે એટલે કે, બોલિવૂડના ત્રણેય ખાન સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન. અને આજે પણ બોક્સ ઓફિસના હિટ મશીન માનવામાં આવે છે. ત્રણેય ખાન્સની એવી ઘણી ફિલ્મો હશે, જેણે 100 કરોડથી વધુની કમાણી કરી હશે, પરંતુ તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે ઇન્ડસ્ટ્રીને આ ત્રણેયમાંથી કોઇએ પહેલી 100 કરોડ કમાનાર ફિલ્મ નથી આપી. તમે વિચારી રહ્યાં હશો કે જો આ ત્રણેયમાંથી કોઇની ફિલ્મ બોક્સ ઓફિસ પર પહેલી 100 કરોડ કમાણી કરનાર ફિલ્મ નથી, તો પછી કોની ફિલ્મ હતી? તો ચાલો જણાવીએ.

જણાવી દઇએ કે, પહેલાના સમયમાં ફિલ્મ હિટ થઇ કે સુપરહિટ થઇ તેનો આધાર ફિલ્મ થિયેટર્સમાં 25 અઠવાડિયા, 50 અઠવાડિયા અથવા 75 અઠવાડિયા સુધી ટકી રહે તેના પર છે. પરંતુ આજે ફિલ્મની સફળતા માપવાની નવી રીત છે- 100 કરોડ ક્લબ. 100 કરોડ ક્લબ કમાણી માપવાની એક અનઓફિશિયલ રીત છે, પરંતુ હવે મોટા-મોટા સ્ટાર્સ અને ડિરેક્ટર્સ પણ પોતાની ફિલ્મની સફળતા આ રીતે માપે છે. તમને તે જાણીને નવાઇ લાગશે કે 100 કરોડ કમાનાર બોલિવૂડની પહેલી ફિલ્મ આજથી 3 દશક પહેલા રિલીઝ થઇ હતી.

દુનિયાભરમાં 100 કરોડનો બિઝનેસ કરનારી પહેલી ફિલ્મ 1982માં રિલીઝ થઇ હતી, જે ડિસ્કો ડાન્સર હતી. આ ફિલ્મમાં ગોલ્ડન,ચમકતા કપડામાં મિથુન ચક્રવર્તી જયારે ડિસ્કોની ધૂન પર ઠુમકા લગાવતા હતાં, યુવતીઓ બેહોશ થઇ જતી હતી, યુવાનો દિવાના થઇ જતાં હતાં. જણાવી દઇએ કે, ડિસ્કો ડાન્સરના ડાયરેક્ટર બાબર શાહ હતાં અને તેની સ્ટોરી માસૂમ રઝાએ લખી હતી. આ ફિલ્મે રશિયાના બોક્સ ઓફિસ પર પણ ધૂમ કમાણી કરી હતી અને ત્યાંથી 90 કરોડનો બિઝનેસ કર્યો હતો. ડિસ્કો ડાન્સર બાદ આ 100 કરોડનો તાજ મેળવવા માટે હિન્દી સિનેમાને આશરે 12 વર્ષ સુધી રાહ જોવી પડી. પછી વર્ષ 1994માં આવી એ ફિલ્મ જેણે આવનારી પેઢીઓ માટે એક સીમાચિહ્ન સ્થાપિત કર્યો. આ ફિલ્મ હતી રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’. આ ભારતની બીજી 100 કરોડ કમાનારી ફિલ્મ બની હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુથ કોંગ્રેસે સચિન તેંડુલકરના બંગલાની બહાર પોસ્ટર લગાવ્યા
Next articleઆ તારીખે રિલીઝ થશે ‘ધ નાઇટ મેનેજર’ની બીજી સીઝન