Home ગુજરાત દુઃખના ત્રણ કારણ….. ફેશન, વ્યસન અને અનુકરણ….

દુઃખના ત્રણ કારણ….. ફેશન, વ્યસન અને અનુકરણ….

28
0

(GNS),29

અમદાવાદ,

ફેશન, વ્યસન અને અનુકરણના કારણે આજે લોકોના ટેન્શન વધી રહ્યા છે. સતત ટેન્શનમાં જીવનારા લોકો અકાળે વૃદ્ધત્વને પામે છે. સતત ટેન્શનમાં જીવનારા ધર્મ પણ કરી શકતા નથી.

ફેશન, વ્યસન અને અનુકરણમાં કેટલા બધા ફાલતુ ખર્ચ વધી ગયા અને પછી પૈસા મેળવવા ગમે તેવા કાર્યો (પાપો) જીવ કરતા તૈયાર થઈ જાય છે.

ફેશન :-  ઘરની સજાવટ તો લેટેસ્ટ ફેશનની, કપડા ફેશનેબલ, હેર ડ્રેસિંગ તો અલ્ટ્રા મોર્ડન, જૂતા ફેશનેબલ, હેન્ડબેગ ફેશનેબલ જાણે કે ફેશનનો રાફડો ન ફાટ્યો હોય.

જ્યાં જુઓ, જેમાં જુઓ, ફેશનના ભપકા, ફેશનની રામાયણ, કારણ, દુનિયાનું આંધળું અનુકરણ, પશ્ચિમના દેશોનું અનુકરણ, ફિલ્મના એક્ટ્રેસ- એક્ટરનું અનુકરણ, આવા આંધળા અનુકરણ કરનારા જીવો પ્રાયઃ સુખનો અનુભવ કરી શકતા નથી.

વ્યસન:-  આ માત્ર સાડા ત્રણ અક્ષરોમાં એટલી શક્તિ છે કે, માણસના સાડા ત્રણ કરોડ રુઆટામાં એની તલપ, આગ લગાવી દે. જે પણ એના પાશવી પંજામાં સપડાયા એના હિર અને જિંદગીનું નૂર સોસાય ચૂસાઈ જાય છે. રહી જાય જીવતું હાડપિંજર. વ્યસન પ્રારંભ શોખથી કે, કુતુહલથી કે, દેખાદેખીથી, તમાકુ -સિગરેટ થી થાય અને જેનો અંત કલ્પી પણ ન શકાય ત્યાં સુધી લઈ જાય છે. જે અંતે માણસને બરબાદીના ખપ્પરમાં હોમી દે છે.

માટે ફેશન અને વ્યસન મુક્ત બનીએ જેથી આવતીકાલનો સૂર્યોદય એવી શક્તિ લઈને આવશે કે આપણું જીવન-યૌવન રાષ્ટ્રીય કવિ શ્રી મેઘાણીની કલ્પનાનું પ્રતિબિંબ પાડશે કે, “ઘટમાં ઘોડા થનગને, ને અપ્તમ વીંજે પાંખ, અણદીઠી એ ભોમ પર યૌવન માંડે આંખ”…

બસ એ જ……

લિ.પ.પૂ. આચાર્ય શ્રી વિ. કલ્પેન્દ્રસૂરીશ્વરજી મ.સા

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપે 13 ઉપાધ્યક્ષ અને 8 રાષ્ટ્રીય મહામંત્રીઓની યાદી જાહેર કરી
Next articleદૈનિક રાશિફળ (તા.૩૧-0૭-૨૦૨૩)