Home ગુજરાત દીવની રાઈસિંગ સ્ટાર ટીમ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં વિજેતા

દીવની રાઈસિંગ સ્ટાર ટીમ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં વિજેતા

19
0

દીવ ખાતે ખૂબજ ઉત્સાહી ડાન્સ ગૃપ છે. જે રાષ્ટ્રીય સ્તરે ઘણીવાર પરફોર્મન્સ કરી ચૂક્યું છે. હાલ રાઈસિંગ સ્ટારની પસંદગી પ્રજાસત્તાક દિન 2023ના રોજ દિલ્હી રાજપથ પર પ્રધાનમંત્રી સામે ડાન્સ પ્રસ્તુત કરવા માટે થઈ છે. દિલ્હી ખાતે વંદે ભારતમ્ 2023 ભારત સરકાર દ્વારા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા આશરે 170 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં થી દીવની રાઈસિંગ સ્ટારની ટીમ પસંદગી પામી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ખૂબજ ઉત્સાહી ડાન્સ ગૃપ છે. જે રાષ્ટ્રીય સ્તરે ઘણીવાર પરફોર્મન્સ કરી ચૂક્યું છે.

હાલ રાઈસિંગ સ્ટારની પસંદગી 26 જાન્યુઆરી 2023ના રોજ દિલ્હી રાજપથ પર પ્રધાનમંત્રી સામે ડાન્સ પ્રસ્તુત કરવા માટે થઈ છે. રાઈસિંગ સ્ટારની દિલ્હી રાષ્ટ્રીય સ્તરે પસંદગી પહેલા તેઓએ અમદાવાદમાં રાજ્ય સ્તરે પછી વેસ્ટ ઝોન સ્તર ઉદયપુર ખાતે પરફોર્મન્સ કર્યું હતું. ત્યાં પસંદગી પામ્યાબાદ 20 ડિસેમ્બર 2022ના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં રાઈસિંગ સ્ટાર વિજેતા બની હતી.

દિલ્હી ખાતે વંદે ભારતમ્ 2023 ભારત સરકાર દ્વારા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા આશરે 170 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં થી દીવની રાઈસિંગ સ્ટારની ટીમ પસંદગી પામેલ છે. આ ટીમમાં ટ્વિન્કેશ હસમુખલાલ બામણીયા, ફેજાન કાદર કુરેશી, ઈશાન પ્રાણ, શીવાન્શુ સુરેશ, કૃણાલ સંજય, ઉત્તમ સંજય, રિન્કેશ દિલીપ બારીયા તથા મિરલ કરશન એમ આ આઠ યુવાનોએ ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું.

રાઈસિંગ સ્ટારના યુવાનોએ તેમના પરિવારનું જ નામ નહિ પરંતુ દીવનું નામ પણ રોશન કર્યું હતું. આ સાથે સંઘપ્રદેશ પ્રશાસનનું પણ ગૌરવ વધાર્યું છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખેડાના મલારપુરા પાસે મોટરસાયકલ સ્લીપ થતા ચાલકનું સારવાર દરમિયાન થયું મોત
Next articleચેઈન અને મોબાઈલ સ્નેચીંગ કરતા ૩ ગુનેગારોને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા