Home મનોરંજન - Entertainment દિવાસ્વપ્ન ફિલ્માં પિતાની પરિકલ્પના પુત્રએ પૂરી કાર્યની વાર્તાને સુંદર રીતે સિનેમા પડદે...

દિવાસ્વપ્ન ફિલ્માં પિતાની પરિકલ્પના પુત્રએ પૂરી કાર્યની વાર્તાને સુંદર રીતે સિનેમા પડદે કંડારી

31
0

દિવાસ્વપ્ન ફિલ્મે વિશ્વભરના 52 એવોર્ડસ અને 35 નોમિનેશન મેળવ્યા

એક લાંબા બ્રેક બાદ, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફરી એકવાર તેનો જાદુ બતાવી રહી છે. સ્માર્ટ દર્શકોને વિવિધ જોનરની ફિલ્મોનો રસાસ્વાદ માણવા મળી રહ્યો છે. ગુજરાતી ફિલ્મો પણ નેશનલ-ઈન્ટરનેશનલ એવોર્ડસ જીતી રહી છે અને રિસન્ટલી, ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને ભારત તરફથી ઓસ્કાર એવોર્ડમાં મોકલવામાં આવી છે.

આવી જ એક ફિલ્મ ‘દિવાસ્વપ્ન’ વિશ્વભરના ફિલ્મ ફેસ્ટિવલ અને એવોર્ડ ફંક્શનમાં 52 એવોર્ડસ અને 35 નોમિનેશન મેળવ્યા છે. કે.ડી. ફિલ્મ્સ દ્વારા નિર્મિત ફિલ્મના નિર્દેશક સતીશ દાવરાએ પરિસ્થિતિ સામે ઝઝૂમીને ખેડૂત પિતાના સપના પૂરા કરનાર પુત્રની વાર્તા ખૂબ જ સુંદર રીતે સિનેમા પડદે કંડારી છે. ચેતન દહિયા, રિતેશ મોભ, પ્રવીણ ગુંડેચા, ગરિમા ભારદ્વાજ જેવા ટેલન્ટેડ કલાકારોએ અભિનય કર્યો છે.

વીઆઇપી એકેડેમીના એન. ડી. પ્રજાપતિએ એક મીનિંગફુલ ફિલ્મ બનાવી છે અને આગળ પણ તેઓ વધુ ગુજરાતી ફિલ્મ બનાવવાનું પ્લાન કરી રહ્યા છે. જેનાથી દર્શકોને એક સારા મેસેજ સાથે એન્ટરટેઈનમેન્ટ મળી શકે. રૂરલ અને અર્બન કલ્ચરને સાંકળતી આ ફિલ્મ એક એવા ખેડૂતની વાર્તા છે, જે તેના દીકરાને ભણાવી-ગણાવી મોટો વ્યક્તિ બનાવવા ઈચ્છે છે અને એક ગરીબ વ્યક્તિએ જોયેલું સપનું તેનો દિકરો મહેનત અને ધગશથી પૂરું કરે છે. ફિલ્મના દરેક ગીતના શબ્દો અર્થપૂર્ણ છે અને તેમાં જીગરદાન ગઢવી, પાર્થ ઓઝા, હાર્દિક દવે જેવા નામાંકિત સિંગર્સે સ્વરબધ્ધ કર્યા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશું રાજામૌલીની આગામી ફિલ્મમાં મહેશ બાબુ સાથે હોલિવૂડ સુપરસ્ટારની થશે એન્ટ્રી!..
Next articleગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા નીકળેલ યુવા પરિવર્તન યાત્રાનું લુણાવાડા ખાતે કરાયું સ્વાગત