Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હી હાઇકોર્ટે અમેઝોનને ભારતના જેવી પાકિસ્તાની પ્રોડક્ટને હટાવવા આદેશ કર્યો

દિલ્હી હાઇકોર્ટે અમેઝોનને ભારતના જેવી પાકિસ્તાની પ્રોડક્ટને હટાવવા આદેશ કર્યો

29
0

દિલ્હી હાઇકોર્ટે અમેઝોનને રુહ અફઝાના પાકિસ્તાની વર્ઝનને હટાવી લેવા કહ્યું છે. કોર્ટનો આ આદેશ રુહ અફઝાની પેરેન્ટ કંપની હમદર્દ સાથે જોડાયેલી ન હોય તેવી પ્રોડક્ટ માટે છે. દિલ્હી હાઈકોર્ટે ગત સાત સપ્ટેમ્બરના રોજ ફૂડ અને સેફટીના ધોરણોને ટાંકીને પ્રોડક્ટ બાબતે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, એમેઝોન પર આયાતી ઉત્પાદનનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને તેમાં ઉત્પાદકની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી તે વાત ચોંકાવનારી છે. અહીં ઉલ્લેખનીય છે કે, રુહ અફઝાનો ભારતીય લોકો છેલ્લી એક સદીથી વધુ સમયથી ઉપયોગ કરે છે.

રૂહ અફઝા શરબત છે. તે જડીબુટ્ટીઓ અને ફળોના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. રૂહ અફઝા છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય ઘરોમાં પીવામાં આવે છે. 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી તેનો વધુ વિકાસ થયો છે. ઉત્તર ભારતમાં રૂહ અફઝા ઉનાળા દરમિયાન મોટાભાગના લોકોની પહેલી પસંદ હોય છે. જ્યારે પાકિસ્તાનમાં રૂહ અફઝા રમઝાનના પવિત્ર મહિનામાં ખાસ ફેવરિટ છે.

તેને ઇફ્તારની મિજબાની સાથે પીરસવામાં આવે છે. રૂહ અફઝા એ ઘણા ભારતીયોનું ફેવરિટ પીણું છે અને તેનું ઉત્પાદન દિલ્હીના હમદર્દ નેશનલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે. જોકે, હમદર્દે અગાઉ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને દાવો કર્યો હતો કે, એમેઝોન ઇન્ડિયા પર રૂહ અફઝા તરીકે લિસ્ટેડ કેટલીક પ્રોડક્ટ્સ તેના દ્વારા ઉત્પાદિત કરવામાં આવી નથી. તે પાકિસ્તાની કંપનીઓ દ્વારા બનાવવામાં આવી છે, પણ પેકેજિંગ પર તે જાહેર કરવામાં આવ્યું નથી.

આ કેસમાં કોર્ટે ફરિયાદી હમદર્દ નેશનલ ફાઉન્ડેશન તરફી ચુકાદો આપ્યો હતો અને નિયમ તોડનાર અન્ય રુહ અફઝા પ્રોડક્ટને 48 કલાકની અંદર દૂર કરવાનું કહ્યું હતું. બીજી તરફ એમેઝોને પાકિસ્તાન નિર્મિત રૂહ અફઝાસને હટાવીને આ આદેશનું પાલન કર્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે. રૂહ અફઝા વર્ષ 1907થી પીવામાં આવે છે.

1906માં યુનાની ચિકિત્સા પદ્ધતિના અભ્યાસુ હકીમ હફીઝ અબ્દુલ મજીદે જૂની દિલ્હીમાં હમદર્દ લેબોરેટરીઝની સ્થાપના કરી હતી. તેમણે પોતાની પ્રથમ બ્રેકથ્રુ પ્રોડક્ટ શરબત રૂહ અફઝા એક વર્ષ પછી બહાર પાડી હતી. ટૂંક સમયમાં જ તેમણે ઔષધીય મૂલ્ય ધરાવતાં વધુ ઉત્પાદનો ઉમેર્યાં હતાં. આ દરમિયાન 1922માં મજીદનું મૃત્યુ થયું હતું.

1947માં તેમના નાના પુત્ર હાદિમ મોહમ્મદ સઈદ પાકિસ્તાન આવીને વસ્યા અને હમદર્દની સ્થાપના કરી હતી. હકીમનો મોટો પુત્ર અબ્દુલ હમીદ ભારતમાં જ રહ્યો અને તેણે પોતાના પિતાની પેઢી આગળ વધારવાનું શરૂ કર્યું હતું. આજે હમદર્દ નેશનલ ફાઉન્ડેશન રૂહ અફઝાના અધિકારો ધરાવે છે, જ્યારે હમદર્દ લેબોરેટરીઝ (વકફ) પાકિસ્તાનમાં તેનું ઉત્પાદન કરે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેનેડાના BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભારત વિરોધી નારેબાજી, તોડફોડ પર ભારતનો વિરોધ
Next articleસુપ્રિમ કોર્ટે નિર્ણય કર્યો હુ તેના પર કોઇ ટિપ્પણી નહી કરુ : સૌરવ ગાંગુલી