Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી દિલ્હી, રાજસ્થાનમાં ટામેટાનો ભાવ છે ૮૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ

દિલ્હી, રાજસ્થાનમાં ટામેટાનો ભાવ છે ૮૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ

25
0

(GNS),16

ટામેટાના સતત વધતા જતા ભાવથી દરેક જગ્યાએ લોકો પરેશાન છે. ખાસ કરીને ગૃહિણીઓ. પરંતુ આ સમય દરમિયાન ટામેટાને લઈને એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જ્યાં ટામેટાના ભાવ 350 થી 400 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યાં છે. ત્યાં, દિલ્હી સહિત યુપી અને રાજસ્થાનમાં ટામેટાં 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જી હાં, વધતી કિંમતોને કારણે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ પડી રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ – એનસીસીએફ (NCCF)એ ટામેટાંના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, બજારમાં ટામેટાંની આવક વધ્યા બાદ એનસીસીએફ એ કિંમત ઘટાડવાનો નિર્ણય લીધો છે. દેશભરમાં 500 થી વધુ સ્થળો પર સ્થિતિનું પુન: મૂલ્યાંકન કર્યા પછી, રવિવાર એટલે કે આજે 16 જુલાઈથી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીના ઘણા સ્થળોએ આજથી 80 રૂપિયે કિલો ટામેટાનું વેચાણ શરૂ થઈ ગયું છે. આ વેચાણ નોઈડા, લખનૌ, કાનપુર, વારાણસી, પટના, મુઝફ્ફરપુર અને અરાહમાં એન.એ.એફ.ઈ.ડી (NAFED) અને એનસીસીએફ દ્વારા કરવામાં આવશે.

વર્તમાન બજાર કિંમતોના આધારે આવતીકાલ સોમવારથી તેને વધુ શહેરોમાં વિસ્તરણ કરવામાં આવશે. નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ – એનસીસીએફ (NCCF) એ સરકારની માર્ગદર્શિકા હેઠળ મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાંથી ટામેટાંની ખરીદી કરી છે. આ પછી ઓખલા અને નેહરુ પ્લેસ જેવા વિસ્તારોમાં રિટેલ આઉટલેટ શરૂ કરવામાં આવ્યા છે. આ સિવાય દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં 20થી વધુ મોબાઈલ વાન પણ તૈનાત કરવામાં આવી છે. એનસીસીએફ દિલ્હી એનસીઆરમાં સરોજિની નગર, આરકે પુરમ, પટેલ નગર, રાજૌરી ગાર્ડન, જનકપુરી સહિત 22 સ્થળો પર મોબાઈલ વાનમાં પોસાય તેવા સસ્તા દરે ટામેટાંનું વેચાણ કરે છે. જો તમે પણ દિલ્હીમાં રહો છો અને ટામેટાં ખરીદવા માંગો છો, તો તમે નીચે આપેલ યાદી જોઈ શકો છો. ટામેટાંની કિંમત વધુ હોવાથી લોકોએ તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. એક રિપોર્ટ અનુસાર માત્ર 46 ટકા લોકો 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં ખરીદી રહ્યા છે. બાકીના 14 ટકા લોકોએ રસોઈમાં ટામેટાંનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. હજુ પણ 68 ટકા લોકો એવા છે જેઓ ટામેટાંનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ મર્યાદિત માત્રામાં. ટામેટાં પર પ્રવર્તતી મોંઘવારીમાંથી મુક્તિ મેળવવા માટે સરકાર સમયાંતરે કામ કરી રહી છે. દેશમાં છેલ્લા દોઢ મહિનાથી ટામેટાના ભાવ આસમાને રહેતા, ટામેટાનો ભાવ સતત ચર્ચામાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભર NDAમાં જોડાયા
Next articleસાવન શિવરાત્રિ સાથે કાવડ યાત્રા સમાપ્ત થતા દેશના ઘણા રાજ્યોમાં કાવડ યાત્રીઓ તેમની ઝાંખી સાથે પરત ફરતા જોવા મળ્યા