Home મધ્ય ગુજરાત અમદાવાદ દિલ્હી, મુંબઈ અને હિમાચલ પ્રદેશ રાજ્યો સહિત ગુજરાતના આ જિલ્લામાં 24 કલાકમાં...

દિલ્હી, મુંબઈ અને હિમાચલ પ્રદેશ રાજ્યો સહિત ગુજરાતના આ જિલ્લામાં 24 કલાકમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

21
0

(GNS),27

હવામાન વિભાગના તાજેતરના અપડેટ્સ મુજબ આગામી 24 કલાકમાં ફરી દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડ,નવસારી,દમણ અને દાદરાનગરહવેલીમાં વરસાદનું અનુમાન છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. 28 જુલાઈએ નવસારી, વલસાડ,દમણ અને દાદરાનગરહવેલી માં અતિભારે વરસાદનો અનુમાન છે. સુરત ,ડાંગ અને તાપીમાં  પણ ભારે વરસાદનું અનુમાન છે.  શેર ઝોન છે જેના કારણે 2 દિવસ વરસાદ રહેશે. વરસાદના અનુમાનના કારણે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં 45 થી 60 કિમી ની ઝડપે પવન ફૂકાશે. દક્ષિમ ગુજરાત સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય  છૂટા છવાયા વરસાદનો અનુમાન છે.

IMD એ દિલ્હી, મુંબઈ અને હિમાચલ પ્રદેશ રાજ્યોને લઈને પણ આગાહી કરી. IMD એ ગુરુવારે (27 જુલાઈ) દિલ્હીમાં મધ્યમ વરસાદ માટે આજે માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચથી છ દિવસમાં વરસાદ પડવાની સંભાવના છે. વરસાદ અને વાદળોના કારણે વાતાવરણ ખુશનુમા રહેશે અને તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના નવ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જે મુજબ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યમથી ભારે વરસાદને કારણે વાદળ ફાટવાને કારણે કેટલાય જિલ્લાઓમાં પૂરનો ભોગ બનેલા હિમાચલ પ્રદેશની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. જે 9 જિલ્લાઓ માટે વરસાદની એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, તેમાં સોલન, મંડી અને શિમલા જેવા આર્થિક અને પ્રવાસન મહત્વ ધરાવતા જિલ્લાઓનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના કેટલાય જિલ્લાઓને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ, પડોશી થાણે અને રાયગઢ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને થાણે જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટની જાહેર કર્યુ છે. આજે માટે રત્નાગીરી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, જ્યારે થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યુ છે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસરકાર RVNL માં OFS દ્વારા 5.36% હિસ્સો વેચશે, 11 ટકાના ડિસ્કાઉન્ટ ઉપર શેર ખરીદવાની તક મળશે
Next articleઇસ્કોન બ્રીજ અકસ્માતની ઘટના મુદ્દે ઇસુદાન ગઢવીએ કહ્યું, ” ગુજરાતમાં દારૂબંધી છે, છતાં નબીરાઓ પાસે દારુ ક્યાંથી આવે છે?…”