Home દેશ - NATIONAL દિલ્લી સરકાર ઐતિહાસિક ધરોહરોને કરશે સંરક્ષિત

દિલ્લી સરકાર ઐતિહાસિક ધરોહરોને કરશે સંરક્ષિત

31
0

(જી.એન.એસ),તા.૧૩
નવીદિલ્હી
દિલ્લી સરકાર તેના અધિકારક્ષેત્ર હેઠળની ઐતિહાસિક ઈમારતોને સંરક્ષિત અને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરશે. આ અંગેની જાહેરાત નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પુરાતત્વ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં કરી હતી. આ પ્રસંગે તેમણે વિવિધ ઐતિહાસિક ઈમારતોના સંરક્ષણ માટે થઈ રહેલા કામોની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી. સિસોદિયાએ કહ્યુ કે ઐતિહાસિક ઈમારતો આપણી ધરોહર છે. તેમનુ રક્ષણ કરવુ ખૂબ જ જરૂરી છે. કેજરીવાલ સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે દરેક સ્મારક અને તેની સાથે સંકળાયેલ ઈતિહાસ સાથે છેડછાડ કર્યા વિના વહેલી તકે તેની મૂળ ઓળખ આપવામાં આવે. દિલ્લી સરકાર હેઠળ આવી કુલ ૭૧ ઇમારતો છે. જેના પુનઃવિકાસનુ કામ કરવામાં આવશે. કાશ્મીરી ગેટ ખાતે આંબેડકર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી દારા શિકોહની લાઈબ્રેરી વર્ષોથી જર્જરિત હાલતમાં હતી. કેજરીવાલ સરકારે ઐતિહાસિક મહત્વ ધરાવતી આ ઈમારતની જાળવણી અને પુનર્જીવિત કરવાનુ કામ હાથ ધર્યુ છે. આ મ્યુઝિયમ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. કુદેશિયા બાગને સંરક્ષિત કરવાનુ કામ પણ કરવામાં આવ્યુ છે. સરકાર દ્વારા અહીંની ઇમારતોની જાળવણીનુ કામ કરવામાં આવ્યુ છે. માલચા મહેલ અને અઝીમગંજ સરાયનો લુક પણ બદલાશે. તેમણે કહ્યુ કે આઝાદીની ૭૫મી વર્ષગાંઠ પર આરકે પુરમ સેક્ટર-૩ ખાતે બિરજી ખાનનો મકબરો, કુદેસિયા બાગ ખાતે બારાદરી, વસંત ઉદ્યાન ખાતે બારા લાઓ કા ગુંબજ, લોદી રોડ ફ્લાયઓવર પર ગોલ ગુંબજ અને મુકરબા ચોક ખાતે પેક કા મકબરાને ત્રણ રંગોથી ઝગમગાવાશે. સરકાર ૧૫ ઓગસ્ટ સુધી આ સ્થળો પર સાંસ્કૃતિક કાર્યક્રમોનુ પણ આયોજન કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન મોદીએ તેજસ્વી યાદવને કહ્યું ઃ થોડું વજન ઓછું કરો
Next articleદુનિયાના સૌથી મોટા કાર્ગો વિમાન બેલુગા વિમાન ચેન્નઈ એરપોર્ટ પર ઉતર્યું