Home દેશ - NATIONAL દિગ્વિજય સિંહએ કોંગ્રેસ છોડ્યાનો વાયરલ થઈ રહેલ પત્ર બાદ MPનું રાજકારણ ગરમાયું

દિગ્વિજય સિંહએ કોંગ્રેસ છોડ્યાનો વાયરલ થઈ રહેલ પત્ર બાદ MPનું રાજકારણ ગરમાયું

29
0

(GNS),16

મધ્યપ્રદેશના ચૂંટણી જંગમાં કોંગ્રેસ પાર્ટી અને ભાજપ વચ્ચેનો સંઘર્ષ જોવા મળી રહ્યો છે. જોકે ચૂંટણી આવતા પાર્ટીઓ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળતો હોય છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસે મધ્યપ્રદેશના ડીજીપીને બીજેપી પ્રવક્તા ડો. હિતેશ બાજપાઈ સામે ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી એક્ટની કલમ 66 હેઠળ કેસ નોંધવાની અપીલ કરી છે. મીડિયા પ્રમુખ કેકે મિશ્રાના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા સાયબર સેલમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે આ ફરિયાદ કેમ દાખલ કરવામાં આવી જે જણાવીએ, કેકે મિશ્રાએ કહ્યું કે દિગ્વિજય સિંહના નામે નકલી લેટર હેડ બનાવીને તેના વિશે ખોટી માહિતી શેર કરવામાં આવી હતી. તેમની પ્રતિષ્ઠાનું ઉલ્લંઘન થયું હતું. તેમણે કહ્યું કે તેમના રાજીનામાના નકલી સમાચાર દિગ્વિજય સિંહના નામના લેટર હેડ પર લખવામાં આવ્યા હતા અને તેને ખોટા ઈરાદાથી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા..

દિગ્વિજય સિંહએ કોંગ્રેસ છોડ્યાનો વાયરલ થઈ રહેલ પત્ર બાદ MPનું રાજકારણ ગરમાયું

સમગ્ર મામલો જે જણાવીએ, રવિવારે કોંગ્રેસે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 144 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જે બાદ રાજ્યમાં કેટલીક જગ્યાએથી કાર્યકરોના રાજીનામાના સમાચાર સામે આવ્યા છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહનો એક પત્ર વાયરલ થયો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું – મધ્યપ્રદેશની ચૂંટણી માટે મારી યાદી પર વિચાર કરવામાં આવ્યો ન હતો, તેથી ભારે હૃદય સાથે હું પાર્ટીથી અલગ થવાની જાહેરાત કરું છું. કોંગ્રેસનો આરોપ છે કે બીજેપી પ્રવક્તા હિતેશ વાજપેયીએ આ ટ્વીટ સૌથી પહેલા શેર કરી હતી. હિતેશ બાજપેયીએ લખ્યું હતું- દિગ્વિજયજી, શું આ પત્ર સાચો છે? શું ખરેખર ટિકિટોની મોટાપાયે ખરીદી અને વેચાણ થયું છે? મધ્યપ્રદેશ જાણવા માંગે છે કે સત્ય શું છે? વાયરલ થઈ રહેલા પત્ર પર દિગ્વિજયનું નિવેદન સામે આવ્યું જેમાં તેમણે જણાવ્યું, X (પહેલા ટવીટર) પર તેને નકલી જાહેર કર્યું. દિગ્વિજય સિંહે લખ્યું- ભાજપ જૂઠું બોલવામાં એક્સપર્ટ છે. હું 1971માં કોંગ્રેસમાં પદ માટે નહીં પરંતુ વિચારધારાથી પ્રભાવિત હોવાથી કોંગ્રેસમાં જોડાયો હતો અને જીવનના અંતિમ શ્વાસ સુધી કોંગ્રેસમાં જ રહીશ. હું આ જુઠ્ઠાણા સામે પોલીસ ફરિયાદ નોંધાવી રહ્યો છું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને આરએસએસના વડાનું નિવેદન
Next articleકેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ હિંદુ સમુદાયને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી