(જી.એન.એસ) તા.૨
દહેગામ,
બારેજા ડેપોથી નીકળેલ ટેન્કરનો અમદાવાદથી પીછો કરવામાં આવ્યો હતો દહેગામ – રખિયાલ હાઇવે પર ટેન્કરમાંથી ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે. આ પર્દાફાશ પોલીસ કે BPCLકંપની ઘ્વારા નહીં પરંતુ મેઘરજ તાલુકામાં આવેલા પેટ્રોલ પંપના માલિક અને સ્ટાફ ઘ્વારા કરવામાં આવ્યો છે. અરવલ્લી – સાબરકાંઠામાં આવેલા પેટ્રોલપંપ પર કંપનીના ડેપોમાંથી આવતા પેટ્રોલ – ડીઝલના સિલબંધ ટેન્કરોમાં ઘટ આવી રહી હતી. પેટ્રોલપંપ માલિકોને ઓછા આવતા પેટ્રોલ ડીઝલના લીધે આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું અને તેમની આ ફરિયાદ કોઈ સાંભળતું ન હતું ત્યારે મેઘરજમાં આવેલા એક પેટ્રોલપંપના માલિક અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી ટેન્કરમાં થતી ચોરીનો પર્દાફાશ કર્યો છે. બારેજા ડેપોથી નીકળેલ ટેન્કરનો અમદાવાદથી પીછો કરવામાં આવ્યો હતો. ત્યારે આ ટેન્કર દહેગામ – રખિયાલ રોડ પર આવેલ આકાશ પેટ્રોલિયમ નામના પંપે ઉભુ રાખવામાં આવ્યું હતું. અહીં ચાલક અને કંડક્ટર ટેન્કરનું સીલ અકબંધ રાખી સાઈડનું પતરું ઊંચું કરી પાઇપ નાખી ડીઝલ ચોરી કરી રહ્યા હતા.આ ચોરીનો વિડીયો ઉતારી લીધા બાદ બન્ને ડીઝલચોરોને દહેગામ પોલીસને સોંપવામાં આવ્યા છે. દહેગામ પોલીસે અમદાવાદના રહેવાસી ટેન્કર ચાલક પોલીસે સતીષ પન્નાલાલા શાહુ અને કંડક્ટર મદનલાલ લાધુજી વણજારા સામે ગુન્હો નોંધ્યો છે. લાંબા સમયથી ચાલતા ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયા બાદ આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું અને આ ચોરી કરેલ ડીઝલ કોણે આપવામમાં આવતું હતું તે પોલીસ તપાસમાં સામે આવશે. ચર્ચા મુજબ આ ચોરી રેકેટમાં અન્ય મોટા માથાઓની પણ સંડોવણી હોય તેવું લાગે છે ત્યારે દહેગામ પોલીસ આ ગુન્હામાં સત્ય હકીકતો સામે લાવશે કે પછી રાજકીય ઈશારે મોટા લોકોને બચાવી લેશે તે તો સમય જ બતાવશેહાલ આ મામલે પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી હોવાની સાથે જે પેટ્રોલપંપ પર ચોરીનો પર્દાફાશ થયો ત્યાંના સીસી ટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.