Home ગુજરાત દર વર્ષે ગુજરાતમાંથી ૪૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ કેનેડાની જુદી જુદી યુનિવર્સિટી-કોલેજમાં અભ્યાસ...

દર વર્ષે ગુજરાતમાંથી ૪૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ કેનેડાની જુદી જુદી યુનિવર્સિટી-કોલેજમાં અભ્યાસ માટે જાય છે

8
0

(GNS),21

ભારતની રાજધાની દિલ્લીમાં યોજાયેલી જી20 સમિટ બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં થોડી ખટાશ આવી હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો જી20માં એક મંચ પર એક સાથે હતા. જોકે, આ સમિટ બાદ અચાનક સંબંધો જાણે બદલાયેલા બદલાયેલાં લાગી રહ્યાં છે. ઉલ્લેખનીય છેકે, રાજદ્વારી દ્વંદ્ર વચ્ચે કેનેડા માટે ભારત સરકારે એડ્વાઈઝરી જાહેર કરી. કેનેડા અને ભારત વચ્ચે હાલ કથળેલા રાજદ્વારી સંબંધો વચ્ચે ભારત સરકારે બુધવારે કેનેડા જનારા ભારતીયો માટે સાવચેતી દાખવવાની સલાહ આપતી એડવાઈઝરી પ્રસિદ્ધ કરતાં અત્યારે જેમના સંતાનો કેનેડામાં ભણી રહ્યા છે અથવા સગાં-સંબંધી કેનેડામાં રહે છે તેવા ગુજરાતીઓમાં થોડીક ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

એક અંદાજ મુજબ, દર વર્ષે ગુજરાતમાંથી ૪૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ કેનેડાની જુદી જુદી યુનિવર્સિટી-કોલેજમાં અભ્યાસ માટે જાય છે. આ ઉપરાંત, વર્ષોથી સ્થાયી થયેલા ગુજરાતીઓના પરિજનો પણ અંદાજે તેમની મુલાકાતે ત્યાં જતા હોય તેઓ પણ હવે કમ સે કમ વિચારણા કરતા થયા હોવાનું મનાય છે. ચાલુ વર્ષે આખા વર્લ્ડમાંથી અંદાજે ૯ લાખ જેટલા વિદ્યાર્થીઓએ કેનેડાની જુદી જુદી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેમાથી ૧ લાખ ૮૫ હજાર એટલે કે, ૨૦ ટકા જેટલા વિદ્યાર્થી માત્ર ભારતનાં છે. ભારતમાંથી સૌથી વધુ પંજાબ અને હરિયાણામાથી વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જાય છે, જ્યારે એડ્વાઈઝરીના નામે એજન્ટો લૂંટ ચલાવે તો નવાઈ નહી: ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ એડવાઈઝરીના કારણે રાજ્ય અને દેશના નાગરિકોમાં ચિંતા પ્રસરતાં તેનો ફાયદો ઉઠાવી એજન્ટો લૂંટ ચલાવે તો નવાઈ નહી તેવી ચર્ચા ઉઠી છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના વિસ્તારમાં સામાજિક પરીબળોના કારણે મોટી સંખ્યામાં લોકો વિદેશ જઈ રહ્યા છે, જેમાં અમેરીકા, ઓસ્ટ્રેલીયા અને કેનેડા પ્રથમ પસંદગી છે. વિદેશ જવા માટે એજન્ટોને લાખો રૂપિયા ફી ચુકવવામાં આવે છે. જોકે હવે સરકારની એડ્વાઈઝરીના નામે એજન્ટો વીઝા પ્રોસેસ અધરી બની હોવાના ખોટા કારણે આપી વધુ પૈસા ખંખેરવાનો કીમિયો અપનાવે તો નવાઈ નહી. ત્રીજા નંબરે ગુજરાતના વિદ્યાર્થીઓની સંખ્યા હોય છે. ગુજરાતમાંથી દર વર્ષે ૪૦ હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવે છે, જે ચાલુ વર્ષે ગયેલા છે. બીજી તરફ ભારત સરકાર દ્વારા આજે ૨૦મી સપ્ટેમ્બરના રોજ સાવચેતી દાખવતી એડ્વાઈઝરી પ્રસિદ્ધ કરાતાં વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત અને ભારતના વાલીઓમાં ઉઠેલી ચિંતાને લઈ કેનેડા સહિત વિશ્વના વિવિધ દેશોમાં વિદ્યાર્થીઓને ભણવા અર્થે મોકલનાર કન્સલ્ટન્ટે ને પૂછતા તેમણે જણાવ્યું હતુ કે, હું અત્યારે કેનેડામાં છું અને અહીં આ પ્રકારનો મોટી બાબત છે. કોઈ ચિંતાનો માહોલ નથી. અહીં લોકોને કોઈ પ્રશ્ન મુદ્દે પ્રોટેસ્ટ કરવું જેટલા હોય તો પણ વિકઓફનો ઈંતેજાર કરતાં હોય છે. આ મામલો બંન્ને દેશના ઉચ્ચ લેવલનો છે જેમાં સામાન્ય વ્યક્તિ કે, વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાય તેવુ હાલમાં જણાતું નથી. કેનેડામાં દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીયો આવે છે અને સ્થાયી થાય છે. એટલુ જ નહી, કેનેડાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આખા વિશ્વમાંથી આવતા કુલ વિદ્યાર્થીઓ પૈકી ૨૦ ટકા જેટલાં ભારતમાંથી આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુક્રેનને લઈને UNSC બેઠકમાં રશિયા-અમેરિકાએ એકબીજા પર લગાવ્યા આરોપો
Next articleગુજરાત આવ્યાં પછી પરણીતાને ખબર પડી કે તેના પતિના બીજી સ્ત્રી સાથે સંબંધ છે,અને એક બાળક પણ