રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૨.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૬૮૨.૭૦ સામે ૬૦૬૫૨.૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૨૪૫.૦૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૯૫.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૦.૮૬ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૪૩૧.૮૪ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૮૭૭.૧૦ સામે ૧૭૮૫૨.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૭૪૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૫.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૫.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૮૦૧.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યુ.એસ. ફેડરલ રિઝર્વના અધિકારીઓ દ્વારા અમેરિકા મંદીમાં ગરકાવ થઈ જશે એવા કરેલા નિવેદને વૈશ્વિક શેરબજારોમાં નરમાઈ સાથે ભારતીય શેરબજારમાં આજે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ ઉછાળે નફારૂપી વેચવાલી કરતા ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. અમેરિકામાં મંદીના એંધાણ વચ્ચે સૌથી વધુ અસર આઈટી – સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓને થવાની ધારણા અને ઔદ્યોગિક મંદીની સ્થિતિમાં મેટલ – માઈનીંગ કંપનીઓને પણ અસરની શકયતાએ આજે બન્ને ક્ષેત્રની કંપનીઓના શેરોમાં ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. આ સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ તુર્કિમાં ભૂકંપ અને અમેરિકામાં સ્ટોક ઘટીને આવ્યા બાદ તાજેતરના દિવસોમાં વધી આવ્યા બાદ મંદીના અહેવાલે ઝડપી ઘટી આવતાં ઓઈલ-ગેસ શેરોમાં પણ સાવચેતીમાં નવી ખરીદી અટકી હતી.
વૈશ્વિક આર્થિક વૃદ્વિ મંદ પડવાની અર્થશાસ્ત્રીઓની આગાહી – અનુમાન સાથે અમેરિકાએ આશ્ચર્યજનક રીતે યુ.એસ. ફેડરલ રિઝર્વનો સતત વ્યાજ દરમાં વધારો અને આગામી દિવસોમાં પણ ઊંચા વ્યાજ દરની નીતિ જાળવશે એવા સંકેત આપતાં અને યુરોપના અન્ય દેશો પણ વ્યાજ દરમાં વધારો કરશે તેવા અહેવાલોએ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – ફંડોની આઈટી, રિયલ્ટી, ટેક, કમોડિટીઝ અને કંઝ્યુમર ડિસ્ક્રિશનરી શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૨૫૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૭૫ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૪૩ લાખ કરોડ વધીને રૂ.૨૬૫.૭૬ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૩૭ અને વધનારની સંખ્યા ૧૨૫૬ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, દેશના શેરબજારોમાં એફઆઈઆઈ તથા ઘરેલું સંસ્થાકીય રોકાણકારોના હોલ્ડિંગ્સ વચ્ચેનું અંતર ડિસેમ્બર ત્રિમાસિકમાં અત્યાર સુધીની નીચી સપાટીએ જોવા મળ્યું છે. પ્રાપ્ત અહેવાલ પ્રમાણે ડીઆઈઆઈનું હોલ્ડિંગ્સ એફઆઈઆઈની સરખામણીએ માત્ર ૨૪.૧૦% જેટલું જ ઓછું છે. જુન ૨૦૦૯થી છેલ્લા તેર વર્ષના ગાળામાં ભારતીય ઈક્વિટીઝમાં એફઆઈઆઈનું હોલ્ડિંગ્સ ૧૬.૦૨% પરથી વધી ૨૦.૧૮% પહોંચ્યું છે જ્યારે આજ ગાળામાં ડીઆઈઆઈનું હોલ્ડિંગ્સ ૧૧.૩૮% થી વધુ ૧૫.૩૨% રહ્યું હોવાનું પ્રાપ્ત રિપોર્ટમાં જણાવાયું છે. બીજી બાજુ એનએસઈ પર લિસ્ટેડ કંપનીઓમાં ખાનગી પ્રમોટરોનો હિસ્સો જે સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૪૪.૫૯% હતો તે ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી ૪૩.૨૫% પર આવી ગયો હતો. પ્રમોટરોના હોલ્ડિંગ્સમાં ઘટાડાનો અર્થ તેઓ ઈક્વિટીઝનું વેચાણ કરી રહ્યા છે. રિટેલ તથા હાઈ નેટ-વર્થ ઈન્ડિવિડયૂઅલ રોકાણકારો ઉપરાંત ડીઆઈઆઈના રોકાણ હિસ્સો ડિસેમ્બર ત્રિમાસિકમાં ૨૪.૪૪% સાથે ઓલ ટાઈમ હાઈ સપાટીએ રહ્યો છે.
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આ આંક ૨૪.૨૫% રહ્યો હતો. ભારતીય ઈક્વિટીઝમાં ડીઆઈઆઈ તથા એફઆઈઆઈના રોકાણમાં મોટો ફેરબદલ જોવા મળી રહ્યો છે. ૩૧મી માર્ચ ૨૦૧૫ના અંતે એફઆઈઆઈનો હિસ્સો જે ૨૩.૩૦% હતો જ્યારે ડીઆઈઆઈ, રિટેલ તથા હાઈ નેટ-વર્થ ઈન્ડિવિડયૂઅલ રોકાણકારોનો સંયુકત હિસ્સો તે વેળાએ માત્ર ૧૮.૪૭% હતો. મ્યુચ્યુઅલ ફન્ડસ, વીમા કંપનીઓ સહિતના ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની પ્રવૃત્તિમાં છેલ્લા કેટલાક સમયથી જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન મળતા અન્ય એક અહેવાલ પ્રમાણે દેશમાં ડીમેટ ખાતાની સંખ્યા પણ જાન્યુઆરીના અંતે ૧૧.૧૦ કરોડના આંકને વટાવી ગઈ હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.