Home ગુજરાત દમણની હોટલમાં ડ્રગ્સનું વેચાણ કરતો યુવક ઝડપાયો

દમણની હોટલમાં ડ્રગ્સનું વેચાણ કરતો યુવક ઝડપાયો

20
0

દમણની એક હોટલમાં રોકાણ કરીને યુવાધનને નશાકારક એમડી ડ્રગ્સનું વેચાણ કરતો રાજસ્થાની યુવકની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે વેચાણ અર્થે બેગમાં રાખવામાં આવેલો અંદાજે 190.36 ગ્રામ એમડી ડ્રગ્સ અને અન્ય પાવડર કબજે લીધો હતો. દમણ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે, નાનીદમણ સ્થિત હોટલ હોટલ રાજપેલેસમાં કેટલાક સમયથી રોકાણ કરીને એક યુવક નશાયુક્ત પદાર્થનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે દમણ પોલીસે હોટલ રાજપેલેસ ઉપર પહોંચીને યુવક જે રૂમમાં રોકાયો હતો એ રૂમ ઉપર છાપો માર્યો હતો.

રૂમમાં રોકાયેલા યુવકની ઓળખ ગણપતલાલ મોહનલાલ માલી તરીકે થઇ હતી. રૂમમાં કાળા રંગની બે નાની બેગ મળી હતી જેમાં સફેદ રંગનો પાવડર મળ્યો હતો. આ ઉપરાંત વજન કરવાની એક નાની મશીન અન. બે મોબાઇલ કબજે લીધા હતા. સફેદ રંગના પાવડરની ખરાઇ અર્થે વલસાડ એફએસએલ ટીમને બોલાવી હતી જેમણે તપાસ કરતા સફેદ રંગનો પાવડર એમડી ડ્રગ્સ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે 190.36 ગ્રામ એમડી ડ્રગ્સ અને 152 ગ્રામ સાદો બિનનશાકારક પાવડર કબજે લીધો હતો.

નાની દમણ પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી ગણપતલાલ માલી રહે. બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. દમણની હોટલમાં ડ્રગ્સના વેચાણને લઇને ફરી એક વખત દમણ ચર્ચામાં આવ્યું છે. અગાઉ વાપી અને વલસાડ વિસ્તારમાંથી મોટા પાયે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો.

તો ગાંધીનગરની ટીમે થોડા સમય અગાઉ જ વાપી જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં ડ્રગ્સનું ઉપતાદનનું રેકેટ ઝડપી પાડ્યું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાટણ હેમ. ઉ.ગુ. યુનિવર્સિટી દ્વારા એપીજે અબ્દુલ કલામ એડવાન્સ સાયન્સ લેકચર સિરીઝ દર વર્ષે યોજવા નિર્ણય
Next articleએલસીબીએ ગોધરા સરદારનગર ખંડ પાસે ચોરીનો મોબાઈલ વેચતા ઇસમને દબોચ્યો