(S.yuLk.yuMk){wtçkE,íkk.29
સુપર સ્ટાર સલમાન ખાન પાસે પોતાના હોમ બેનરની સુપરહિટ સિરિઝ દબંગની ત્રીજી કડી માટે હાલ સમય નથી એવી માહિતી મળી હતી. દબંગ અને દબંગ ટુ બંને હિટ ફિલ્મો હોવા ઉપરાંત આ ફિલ્મે બોલિવૂડને સોનાક્ષી સિંહા જેવી એક સરસ અભિનેત્રી આપી હતી. પહેલી બંને કડીએ બોક્સ ઑફિસ પર ધાર્યો બિઝનેસ કર્યો હતો. એ બંને કડીનું ડાયરેક્શન અરબાઝ ખાને કર્યું હતું. પરંતુ ત્રીજી કડી વખતે સલમાને ટોચના કોરિયોગ્રાફર કમ ડાયરેક્ટર રેમો ડિસોઝાને પસંદ કર્યા હતા અને એ માટે એવંુ કારણ આપ્યું હતું કે અભિનયની સાથેાસાથ ડાયરેક્શન કરતાં અરબાઝ ટેન્શનમાં આવી જાય છે. એટલે દબંગ થ્રીનું ડાયરેક્શન અરબાઝ નહી ંકરે. સ્ક્રીપ્ટ તૈયાર છે. સોનાક્ષી પણ તૈયાર છે પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે સલમાન પાસે હાલ કોઇ તારીખો ખાલી નથી. એની ટાઇગર જિંદા હૈ ફિલ્મને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી રાતોરાત એની ડિમાન્ડ વધી ગઇ છે. હાલ એ રેસ થ્રી કરી રહ્યો છે જે ૨૦૧૮ની ઇદ પર રજૂ કરવાની ફિલ્મ સર્જકોની યોજના છે. ઇદ પર સલમાનની એક સમયની ગર્લફ્રેન્ડ અને હાલ બચ્ચન પરિવારની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનની ફન્ને ખાન પણ રજૂ થવાની છે. બંને ફિલ્મોમાં અનિલ કપૂર કોમન કલાકાર છે. સાથોસાથ સલમાને ૨૦૧૯ની ઇદ પર રજૂ કરવા ધારેલી સુલતાન અને ટાઇગર જિંદાના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારત માટે હા પાડી દીધી છે. આમ અત્યારે તો દબંગ થ્રી લટકી રહી છે. અરબાઝ ખાન અને ખાન પરિવાર સલમાન ખાનને બીઝી રહેતો જોઇ રહ્યા છે. તેમની પાસે બીજો કોઇ વિકલ્પ નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.