Home દુનિયા - WORLD તુર્કીમાં હજૂ પણ આવશે વિનાશક ભૂકંપ, હજારો લોકોના જશે જીવ, વૈજ્ઞાનિકોએ કર્યો...

તુર્કીમાં હજૂ પણ આવશે વિનાશક ભૂકંપ, હજારો લોકોના જશે જીવ, વૈજ્ઞાનિકોએ કર્યો મોટો દાવો

37
0

તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપથી પ્રભાવિત વિસ્તારમાં ધ્વસ્ત થયેલા ઘર અને કાટમાળમાંથી લાશ બહાર કાઢ્યા બાદ મૃતકોની સંખ્યા વધીને 19,000થી વધારે થઈ ગઈ છે. મોટી તબાહી બાદ દેશમાં વધું એક શક્તિશાળી ભૂકંપની ભવિષ્યવાણી આવી ચુકી છે.

રશિયન RIA ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર, ભૂકંપવિજ્ઞાની ડોગન પેરિનસેકે ચેતવણી આપી છે કે, ટૂંક સમયમાં પશ્ચિમી તુર્કીમાં વધુ એક 7ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. આરઆઈએ ન્યૂઝ સાથે વાત કરતા નિષ્ણાંતે કહ્યું કે, કૈનક્કલના પોર્ટ શહેરની નજીકના વિસ્તારમાં લગભગ દર 250 વર્ષોમાં મોટા ભૂકંપ આવે છે.

પેરિન્સેક અનુસાર, છેલ્લા 287 વર્ષ પહેલા આવ્યો હતો, જેનો અર્થ છે કે, સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે, તે છેલ્લા દશ દિવસમાં માર્મારા સાગરની દિશામાં કનક્કલે વધેલી ભૂકંપની ગતિવિધિઓનો રેકોર્ડ રાખી રહ્યા છે. તેમની ચેતવણી સોમવારે દક્ષિણ-પૂર્વ તુર્કી અને ઉત્તરી સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપની સીરીઝ બાદ આવ્યો છે.

તુર્કી અને સીરિયામાં બચાવ ટીમ ભૂકંપના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ઘરના કાટમાળમાંથી ફસાયેલ લોકોની તપાસ ચાલી રહી છે. તમામ અચડણો અને પડકારો છતાં 7.8ની તીવ્રતાના ભૂકંપના 72 કલાક બાદ લાશો કાટમાળમાંથી નીકળી રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, બંને દેશોમાં કેટલાય મૃતકો હજૂ પણ મળવાની શક્યતા છે.

WHOના જણાવ્યા અનુસાર, મૃતકોની સંખ્યા 20 હજારની નજીક પહોંચી જશે. આ દરમિયાન ભારતીય સેના અને એનડીઆરએફની ટીમે તુર્કીમાં મોર્ચો સંભાળી લીધો છે. ભારતીય સેનાએ ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં ફીલ્ડ હોસ્પિટલ બનાવી છે. જ્યાં ઘાયલોની સારવાર ચાલી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટમાં આપ્યો આ જવાબ, ‘શું મહિલાઓ મસ્જિદમાં નમાઝ પઢી શકે?..’
Next articleઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં માતા-પિતાએ જ દીકરીની કરી હત્યા, કારણ છે એવી બાબત કે…