(જી.એન.એસ) તા.૬
ગાંધીનગર,
કુલ 1.72 લાખ પુરૂષ, 2.23 લાખ સ્ત્રી અને ત્રીજી જાતિના 20 મતદારોનો વધારો આખરી મતદારયાદીમાં 2.58 કરોડ પુરૂષ, 2.44 કરોડ સ્ત્રી તથા 1569 ત્રીજી જાતિના મળી કુલ 5.03 કરોડ મતદારો નોંધાયા છે ચૂંટણી પંચની સુચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યોજાયેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 દરમિયાન સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી સંનિષ્ઠ કામગીરીની ફલશ્રુતિરૂપે આખરી મતદાર યાદીમાં તા.01 જાન્યુઆરી, 2025ના રોજ મતદાર તરીકેની પાત્રતા ધરાવતા 1,72,776 પુરૂષ, 2,23,023 લાખ સ્ત્રી તથા 20 ત્રીજી જાતિના મળી કુલ 3,95,819 મતદારોનો વધારો થયો છે. મતદારયાદીને અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 અંતર્ગત તા.20 ઑગસ્ટથી તા.18 નવેમ્બર, 2024 દરમ્યાન હાઉસ-ટુ-હાઉસ સરવે હાથ ધરી મતદારયાદીની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ તા.29 ઑક્ટોબરથી તા.28 નવેમ્બર, 2024 સુધી મતદારયાદીમાં નામમાં સુધારો, કમી અને ઉમેરો કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. ગત તા.29 ઑક્ટોબર, 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં 2,56,56,321 પુરૂષ, 2,42,61,567 સ્ત્રી અને 1569 ત્રીજી જાતિના મળી કુલ 4,99,19,441 કરોડ મતદારો નોંધાયેલા હતા. તા.06 જાન્યુઆરી, 2025ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અનુસાર 2,58,28,987 પુરૂષ, 2,44,84,704 સ્ત્રી તથા 1569 ત્રીજી જાતિના મળી કુલ 5,03,15,260 મતદારો નોંધાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ પાત્રતા ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની મોબાઇલ એપ્લિકેશન Voter Helpline App અને વેબસાઇટ http://voters.eci.gov.in/ ઉપર ઑનલાઈન પણ ફોર્મ ભરી શકશે અને પોતાના નામની ચકાસણી પણ કરી શકશે. આ ઉપરાંત સંબંધીત મતદાર નોંધણી અધિકારી અથવા તો કલેકટર કચેરીએ અને પોતાના વિસ્તારના BLO નો સંપર્ક કરીને અરજી કરી શકશે. હાલ મતદારોને તેઓના મતદાર ઓળખપત્ર (EPIC) ની વહેંચણીની કામગીરી કરવામાં આવી રહી છે. મતદારોને પોસ્ટ દ્વારા EPIC તેમના ઘરે પહોંચાડવામાં આવશે. નવું નામ નોંધાવવા માટેની તથા સુધારા માટેની અરજી મંજૂર થયેથી e-EPIC પણ ડાઉનલોડ કરવાની સુવિધા પણ ભારતના ચૂંટણીપંચ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.