Home Uncategorized તા. ૮ અને ૯ ફેબ્રુઆરીના રોજ સેક્ટર 11 રામકથા મેદાન ખાતે દ્વિ-દિવસીય...

તા. ૮ અને ૯ ફેબ્રુઆરીના રોજ સેક્ટર 11 રામકથા મેદાન ખાતે દ્વિ-દિવસીય ‘મિલેટ એકસ્પો-૨૦૨૫’ યોજાશે

8
0

મિલેટની અવનવી પ્રોડ્ટક્સ ઓર્ગેનિક મસાલા, લાઈવ ફૂડ સ્ટોલની સાથે આજના સમયમાં માંગને અનુરૂપ વિવિધ સ્ટોલ ઉપલબ્ધ કરાશે

ગાંધીનગરમાં  ‘મિલેટ એકસ્પો-૨૦૨૫’ ના આયોજન અંગેની બેઠક યોજાઈ

ગાંધીનગરમાં  ‘મિલેટ એકસ્પો-૨૦૨૫’ ના આયોજન અંગેની બેઠક યોજાઈ

(જી.એન.એસ) તા. 31

ગાંધીનગર,

રાજયના ખેડૂતોને મિલેટ અંગે માર્ગદર્શન, પ્રાકૃતીક કૃષિ દ્વારા ટકાઉ ખેતી, આધુનિક તાંત્રિકતા, મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા અને મુલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી મિલેટ પ્રોડ્ક્ટના પ્રદર્શન સહ વેચાણ હેતુ તા.૦૮/૦૨/૨૫ થી તા.૦૯/૦૨/૨૫ દરમ્યાન બે દિવસીય મિલેટ મહોત્સવનું અમદાવાદ, સુરત, જામનગર, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર એમ કુલ સાત મહાનગરપાલિકા ખાતે તેમજ તે પૈકી અમદાવાદ મહાનગરપાલિકા ખાતે રાજ્ય કક્ષાના મહોત્સવનું આયોજન  હાથ ધરવામાં આવ્યું છે.

  જે અંતર્ગત  ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એન વાઘેલાના અધ્યક્ષસ્થાને મિલેટ એક્સ્પો-૨૦૨૫ના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી.

મ્યુનિસિપલ કમિશનરશ્રીએ  કાર્યક્રમો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં મિલેટ અંગે ખેડૂતો અને નાગરિકોમાં વ્યાપક જન જાગૃતિ વધે તે માટે ગાંધીનગરના સેક્ટર- 11,રામકથા મેદાન ખાતે આગામી તારીખ ૮ અને ૯ ફેબ્રુઆરીના રોજ બે દિવસીય ‘મિલેટ એકસ્પો-૨૦૨૫’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાગી, કાંગ, કોદરી, ઝંગોરી, જુવાર બાજરી જેવી મિલેટની અવનવી પ્રોડ્ટક્સ ઓર્ગેનિક મસાલા, લાઈવ ફૂડ સ્ટોલની સાથે આજના સમયની માંગને અનુરૂપ એક્સપોર્ટ, વેલ્યુએડીશનની સાથોસાથ ઇનોવેટીવ પ્રોડ્ટક્સનું પ્રદર્શન કમ વેચાણ હાથ ધરવામાં આવશે. ‘મિલેટ એકસ્પો’ અંગેની જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે જરૂરી સુચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.

    ગાંધીનગરમાં યોજાનાર એક્સ્પોમાં મિલેટ તેમજ પ્રાકૃતિક અંગેના વિવિધ ૭૫ જેટલાં સ્ટોલ્સની સાથે પરિસંવાદ, સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન અંગેની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field