Home ગુજરાત ઉત્તર ગુજરાત તા. ૦૧/૦૪/૨૦૨૪ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર નવયુવાનો ચૂંટણી કાર્ડ મેળવવા માટે...

તા. ૦૧/૦૪/૨૦૨૪ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર નવયુવાનો ચૂંટણી કાર્ડ મેળવવા માટે ફોર્મ- ૬ ભરવાનું રહેશે

95
0

એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સ્થળાંતર કરનાર મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ફોર્મ- ૮ ભરવાનું રહેશે

(જી.એન.એસ),તા.૦૨

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લામાં નવ યુવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી કાર્ડ મેળવવા માટે ફોર્મ – ૬ ભરવાનું રહેશે. તેમજ જે મતદારોએ પોતાનું કાર્ડ શીફટ કરવાનું હોય તેમણે ફોર્મ – ૮ ભરવાનું રહેશે. આ ફોર્મ તા. ૦૯મી એપ્રિલ સુધી ભરી શકાશે, તેવું  જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ જણાવ્યું છે.

                ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ જણાવ્યું છે કે, લોકસભા સામાન્ય ચૂંટણીમાં કોઇપણ નવયુવાન કે જેણે તા. ૦૧/૦૪/૨૦૨૪ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા છે, તેવા નવયુવાન પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લામાં સુચારું આયોજન કરવામાં આવ્યું છે.  ગાંધીનગર જિલ્લાના જે નવ યુવાનોને તા. ૦૧/૦૪/૨૦૨૪ ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા છે, તેવા નવ યુવાનો લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા તા. ૦૯ એપ્રિલ, ૨૦૨૪ સુધી તેમની અરજી વોટર હેલ્પલાઇન એપ્લિકેશન પર પોતાનું ફોર્મ – ૬ ભરી શકે છે. તેમજ તેમના વિસ્તારના  બી.એલ.ઓ. પાસે નવ યુવા મતદારો ફોર્મ – ૬ ભરીને આ લોકસભા સામાન્ય ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે.

                જે મતદારો પાસે ચૂંટણી કાર્ડ છે. પરંતુ તેઓ કોઇ એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં સ્થળાંતર થયેલ છે, તેવા મતદારો માટે પણ તા. ૦૯મી એપ્રિલ સુધી પોતાના ચૂંટણી કાર્ડમાં સુઘારો કરવા માટે ફોર્મ – ૮ ભરવાનું રહેશે.

       18 વર્ષ પૂર્ણ કરનાર નવયુવાનનોને મત અધિકાર મેળવવા ફોર્મ – ૬ ભરવા માટે અને  સ્થળાંતર થઈ ગાંધીનગર જિલ્લામાં આવનાર કે ગાંધીનગર જિલ્લા થી બહાર સ્થળાંતર થયેલ મતદારોને ફોર્મ 8 નિયત તારીખ સુધીમાં ભરી દેવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવે એ અપીલ કરી  છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ શહેરની માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 18 વર્ષથી ઉપરની વયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અચૂક મતદાનના શપથ લીધા
Next articleઉમિયા આર્ટસ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા ‘મતદાન જાગૃતિ’ અંગે રેલી યોજાઈ