(જી.એન.એસ.) તા.5
રાજ્યમાં છેવાડાના આદિવાસી બંધુઓને આઝાદીના ૭૫ વર્ષ બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી PM- જનમન યોજના હેઠળ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા આવાસ આપવામાં આવે છે. તાપી જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં PM જનમન યોજના હેઠળ કુલ ૮૮૫ આવાસ મંજૂર કરવામાં આવ્યા છે. આ માટે ૭૪૩ લાભાર્થીઓને પ્રથમ હપ્તાની સહાય પણ ચૂકવી દેવામાં આવી છે. આ માટે પ્રતિ લાભાર્થીને રૂ. ૨ લાખની સહાય આપવામાં આવે છે.
તેમ,વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું.
મંત્ર શ્રી હળપતિએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અભિનંદન આપતા કહ્યું હતું કે, જેની પાસે પ્લોટ, મકાન, ગામ તળ નથી તેવા નાગરિકોને રૂ. ૧ લાખની સહાય આપવાની જોગવાઈ આ નવીન ગુજરાત બજેટ -૨૦૨૫માં કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે તા. ૧૫ નવેમ્બર ૨૦૨૪ના રોજ ઝારખંડ ખાતેથી આ PM જનમન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેનો હાલમાં અતિ પછાત આદિવાસી બંધુઓને લાભ મળી રહ્યો છે તેમ, મંત્રીશ્રીએ પેટા પ્રશ્નનો જવાબ આપતા ગૃહમાં ઉમેર્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.