Home દુનિયા - WORLD તાઇવાનની સાથે અમેરિકા મજબૂતીથી ઊભા રહેતા ચીનમાં થઇ હલચલ

તાઇવાનની સાથે અમેરિકા મજબૂતીથી ઊભા રહેતા ચીનમાં થઇ હલચલ

50
0

(જી.એન.એસ),તા.૨૪
બેઇજિંગ
અમેરિકી રાષ્ટ્રપતિના આ નિવેદને રાષ્ટ્રીય એકીકરણ કરવાની શી જિનપિંગની યોજનાને સંકટમાં મુકી દીધી છે. ચીનની મુખ્યભૂમિ સાથે તાઇવાનનું એકીકરણ કરવું રાષ્ટ્રપતિ જિનપિંગનો મોટો રાજકીય વાયદો છે. જેને આ વર્ષે રાષ્ટ્રપતિ તરીકે ત્રીજા કાર્યકાળ માટે કમ્યુનિસ્ટ પાર્ટીની મંજૂરી મળવાની આશા છે. કમ્યુનિસ્ટ પાર્ટીનું પાંચ વર્ષમાં એકવાર થતું સંમેલન આગામી મહિનાઓમાં થવાની શક્યતા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને સોમવારે કહ્યુ હતુ કે જો ચીન તાઇવાન પર હુમલો કરશે તો જાપાનની સાથે અમેરિકા સૈન્ય હસ્તક્ષેપ કરશે. હવે ચીને આ મુદ્દાને લઈને અમેરિકાની નિંદા કરી છે. અમેરિકાના નિવેદન બાદ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યુ- અમે અમેરિકાની ટિપ્પણીની નિંદા કરીએ છીએ અને તેને નકારી રહ્યાં છીએ. મહત્વનું છે કે ક્વાડ સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા બાઇડેનને સવાલ કરવામાં આવ્યો કે જો ચીન તાઇવાન પર હુમલો કરે છે, તો તે શું સૈન્ય હસ્તક્ષેપ કરી તેની રક્ષા કરશે. તેના જવાબમાં અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું, હાં, અમે આ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. અમેરિકી પ્રમુખે કહ્યુ કે, તાઇવાન વિરુદ્ધ બળપ્રયોગનું ચીનનું પગલુ ન માત્ર અયોગ્ય હશે, પરંતુ આ ક્ષેત્રને અસ્થિર બનાવી દેશે અને યુક્રેનમાં કરાયેલી કાર્યવાહી સમાન હશે. આ દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી કિશિદા પણ તેમની સાથે હતા. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, તાઇવાન ચીનનો અભિન્ન ભાગ છે અને જ્યાં સુધી તાઇવાનની વાત છે તો તે ચીનનો આંતરિક વિષય છે. તેમાં કોઈ વિદેશી હસ્તક્ષેપની જગ્યા નથી. તેમણે કહ્યું કે, ચીનની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતા સબિત દેશના મુખ્ય હિતોના મુદ્દા પર સમજુતી કે છુટછાટની કોઈ જગ્યા નથી. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, ચીન પોતાના સંપ્રભુતા અને સુરક્ષા હિતોની રક્ષા માટે મજબૂત કાર્યવાહી કરશે. તેમણે અમેરિકાને એક ચીન નીતિનું સન્માન કરવાનો આગ્રહ કર્યો હતો. તાઇવાનનો મુદ્દો યુક્રેન કરતા અલગ છે. બંનેની તુલના કરવી અયોગ્ય છે. તેમ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપીએમ મોદીએ ક્વાડની બેઠકમાં આપ્યું એવું મહત્વનું નિવેદન કે…..
Next articleભારત-અમેરિકા વચ્ચે સાચા અર્થમાં એક વિશ્વાસની ભાગીદારી- પીએમ મોદી