Home ગુજરાત તરણેતર મેળામાં આયોજિત પ્રદર્શનમાં કરાઇ પોષણ માહની ઉજવણી

તરણેતર મેળામાં આયોજિત પ્રદર્શનમાં કરાઇ પોષણ માહની ઉજવણી

14
0

(જી.એન.એસ) તા. 9

જુનાગઢ,

વિશ્વ વિખ્યાત તરણેતરનાં મેળામાં ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્વારા આયોજિત મલ્ટી મીડિયા પ્રદર્શન સ્થળ પર સુરેન્દ્રનગર જિલ્લા આઈસીડીએસનાં સહયોગથી પોષણ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી કલ્પનાબેન શુક્લની સાથે લખતર સીડીપીઓ પ્રતિમાબેન ત્રિવેદી, થાન સીડીપીઓ જીજ્ઞાબેન વાઘેલા અને સુપરવાઈઝર નીતાબેન  ઉપસ્થિત રહ્યા હતાં. કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ દેશભરમાં ચાલી રહેલ પોષણ માહની ઉજવણી તેમજ પોષણ અભિયાન અંતર્ગત થઈ રહેલા કાર્યક્રમો અને સરકારની વિભિન્ન યોજનાઓ અંગે જાણકારી આપી હતી. સ્વસ્થ અને સશક્ત નાગરિક જ વિકસિત ભારત 2047ના સ્વપ્ન ને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેવું કહેતા સારા સ્વાસ્થ્ય માટે જરૂરી પૌષ્ટિક આહારના મહત્વની સમજ આપી હતી.

સપ્ટેમ્બર માસ પોષણ માસ તરીકે ઉજવાતો હોય  પ્રદર્શન દરમિયાન આઈસીડીએસ વિભાગ દ્વારા મોટા ધાન અને પૌષ્ટિક તત્વોથી બનાવેલી 30 જેટલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત  પોષણ શપથ, ગરબા, રંગોળી દ્વારા મુલાકાતીઓને સગર્ભા, માતા અને શિશુ તેમજ કિશોર –  કિશોરીઓના પોષણ અંગે જાગૃતિ સંદેશ આપ્યો હતો. વાનગીઓમાં વધુ પૌષ્ટીક તત્વોથી ભરપૂર આહાર બનાવનારાને કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્વારા પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. સાથે જ પોષણ જાગૃતિ અને મિશન લાઈફ અંગેની પત્રિકા, સ્વચ્છ ભારતનો સંદેશ આપતી અને પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો થાય એ માટે કાપડની બેગ અને કેપનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ કાર્યક્રમમાં આંગણવાડી બહેનોની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસજા ભોગવી રહેલા પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરાયા
Next articleગાંધીનગર ખાતે યોજાનાર RE-INVEST-2024ની તૈયારીઓની સમીક્ષા કરતા કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશી