Home ગુજરાત તંત્રની બેદરકારી આવી સામેઃ લારી ગલ્લાવાળા દુકાનોથી વંચિત

તંત્રની બેદરકારી આવી સામેઃ લારી ગલ્લાવાળા દુકાનોથી વંચિત

427
0

(જી.એન.એસ)ગાંધીનગર,તા.૧
ગાંધીનગરમા ઘણા સમયથી ઘ-૫ના વિસ્તારમાં ખાણી પીણીની લારીઓ ગલ્લાઓ ચાલતા હતા.ત્યારે સરકારે નક્કી કર્યું કે તમામ લારી ગલ્લા ચલાવતા લોકોને યોગ્ય જગ્યા મળી રહે તે માટે સરકારે ૨૦૦૬ માં તમામ નાસ્તાની લારીઓનો સર્વે કર્યો તેમને કોઈ સમસ્યાના થાય તે ઉદેશ્યથી સરકારે ૨૦૦૬ માં ૯૫ દુકાનો આપવાની યાદી બહાર પાડી હતી પરંતુ થયું એવું કે ૯૫ દુકાનો બનવાઈ તો ખરા પણ ૨૦૦૬ મા જે સર્વે થયો તે મુજબ દુકાનો આપવામાં ના આવી પરંતુ ૧૯૯૫ની યાદીના સર્વે મુજબ દુકાનો આપવામાં આવી પરંતુ ૨૦૦૬ માં કરેલ ગણતરીના સર્વેમાં ૨૬ જેટલા ઈસમોને દુકાન ફાળવણી કરેલ નથી. જેથી તેઓએ સરકારને રજુઆત કરી તેમજ જે તે વિભાગમાં પણ રજુઆત કરી.સચિવાલયના ઘણા વિભાગમાં લિખિત અને મૌખિક પણ રજુઆત કરી છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. ૨૦૦૬ના સર્વે મુજબ ઘ – ૫ પાસે ચલાવતા લારી ગલ્લાઓ વાળાને એક એક દુકાન આપવાની વાત કરી હતી. પરંતુ જેના સેટિંગ હતા તે લોકોને દુકાનો ફાળવવામાં આવી. અને જેમનું સેટિંગ નોહતું તે લોકોને આજ દિન સુધી દુકાનો માટે વંચિત રહી ગયા.ઘણા લોકોને સગાવહાલા સહિત પાંચ પાંચ દુકાનો ફાળવવામાં આવી છે.અને જેને એક દુકાન લેવી છે. અને તે પણ સર્વેમાં નામ લખાયું હોવા છતાં પણ તે લોકોને દુકાન નથી મળી ત્યારે ઘ ૫ રોડ ઉપર પરોઠા શાકની લારી ચલાવતા ડુન્ડાલાલ રબારીએ જણાવ્યું કે અમોએ ચૂંટણી પેલા અમે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બાબતે રજુઆત કરી પરંતુ તેમને કીધું કે અત્યારે તમારી રોજી રોટી ચાલે છે તો ચલાવો ચૂંટણી પૂર્ણ થયા પછી આ બાબત ઉપર આપણે વિચાર કરીશું.વાત રોજી રોટીની છે.
છતાં પણ સરકાર અને વહીવટી વિભાગ આ લોકોને ઉલ્લુ જ બનાવ્યા કરે છે.સવાલ એ છે કે સર્વે ૨૦૦૬મા કર્યો હતો તો ૧૯૯૫ના સર્વ મુજબ કેમ દુકાનો ફાળવવામાં આવી ? કેમ જે લોકોના સર્વેમાં નામ લખાવ્યું હોવા છતાં પણ કેમ દુકાનો ફાળવવામાં ના આવી? હજુ પણ દુકાનો ખાલી પડી છે તો પણ કેમ દુકાનો આપવામાં આવતી નથી? દુકાનથી વંચિત રહી ગયેલા લોકો ઘણા સમયથી રજુઆત કરતા આવ્યા છે. છતાં પણ આ લોકોને ન્યાય મળ્યો નથી પોતાની રોજી રોટી કમાવવા માટે સરકારના કાર્યાલયમાં ધક્કા ખાય છે પણ કુંભ કર્ણની ઊંઘમાં ઊંઘેલી સરકાર અને તંત્ર ક્યારે જાગશે?અને આ લોકોને ન્યાય આપશે? ઘ-૫ પાસે આવેલ ફ્રુડ કોર્ટ ચલાવતા લોકો સરકાર સમક્ષ સતત અવાજ લગાવી રહ્યા છે.અને સરકર અને તંત્ર તેના અવાજ ને મજાક સમજી રહી હોય એવું લાગી રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર જિલ્લાને મળી નવી ભેટ..
Next articleDGPનું જાહેર “કબુલાતનામું” નશાબંધીને વરેલા ગુજરાતમાં દારૂ વેચાય છે…..!!?