(જી.એન.એસ),તા.૦૪
વોશિંગ્ટન,
WWEની દુનિયાનો સુપરસ્ટાર અને રિંગનો બાદશાહ તરીકે જાણીતો રોકી એટલે કે, ડ્વેન જોનસને 15 વર્ષ બાદ રીંગ પર ધમાકેદાર વાપસી કરી સૌને ચોંકાવી દીધા છે. હાલમાં ડ્વેન જોનસને પોતાના સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી કમબેકની જાહેરાત કરી હતી,તેના પુનરાગમન પછીની પ્રથમ ટક્કરમાં રોક તેના પ્રતિસ્પર્ધીને બેલ્ટ અને લાતો અને મુક્કા મારતો જોવા મળે છે, તમને જણાવી દઈએ કે, ડ્વેન જોનસને 15 વર્ષ બાદ ફોક્સ સ્પોર્ટસના સ્મૈક ડાઉનમાં એન્ટ્રી કરી હતી. જેનો વીડિયો તેમણે પોસ્ટ કર્યો છે.
WWEમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ રોક ફિલ્મોમાં એક્ટિંગમાં વ્યસ્ત હતો, પરંતુ રેસલિંગના જનુને તેને ફરીથી રિંગમાં એન્ટ્રી કરાવી છે, તેમજ તેની વાપસી શાનદાર જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, તે દુનિયાનો સૌથી મોંઘા સ્ટારની લિસ્ટમાં ટોપ પર છે. આ વીડિયોમાં રોક પોતાના વિરોધીએને બેલ્ટથી મારી રહ્યો છે. તેમણે રેફરીને પણ છોડ્યો ન હતો. તેનાથી ડરી રેફરીએ પણ ચાલતી પકડી હતી. રોકનું રુદ્ર રુપ જોઈને તેના ચાહકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.
આ વીડિયોને 60 હજારથી વધુ લોકોએ જોઈ લીધો છે. તમને જણાવી દઈએ કે, 4 ઓક્ટોબરને રિંગ પર સ્મૈકડાઉનની 20મી એનિવર્સરી સેલિબ્રેટ થઈ રહી છે. રોકની સાથે 1000મી એપિસોડમાં રિંગના સુપરસ્ટાર કહેવાતા હલ્ક હોગન, કર્ટ એન્જેલ, રિક ફ્લેયર,મિક ફોલે અનો ગોલ્ડબર્ગ સ્ટિંગ જેવા ખેલાડીઓ પણ સામેલ છે.અભિનેતા તરીકે ડ્વેનની પ્રથમ ફિલ્મ 2001માં આવેલી ‘ધ મમી રિટર્ન્સ’ હતી.કુશ્તીની દુનિયા છોડીને તેણે અચાનક હોલીવુડમાં પ્રવેશ કર્યો અને અહીં પણ તે ફેમસ થઈ ગયો. હોલીવુડમાં, રોક ડ્વેન જ્હોન્સન તરીકે ઓળખાય છે. કરોડોની સંપત્તિનો માલિક પણ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.