Home મધ્ય ગુજરાત અમદાવાદ ડો.બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતી ઇસનપુર ખાતે અતિ ભવ્ય...

ડો.બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતી ઇસનપુર ખાતે અતિ ભવ્ય રીતે ઉજવાયો

114
0

અમદાવાદ શહેર ના ઇસનપુર વિસ્તારના દલિત સમાજના લોકો ખુબ મોટી સંખ્યામાં રેલી માં જોવા મળ્યા હતા

સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ઇસનપુર વિસ્તારમાં ડૉ બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતી ધામધૂમથી ભવ્ય રીતે ઉજવાય હતી જાણવા મળેલ છે કે ઇસનપુર વિસ્તાર માં ઇસનપુર આંબેડકર વિચાર મંચ ના આયોજક રમેશ વોરા ના નેતૃત્વ હેઠળ આ વખતની 132 મી જન્મ જયંતી ના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માનવ મેરામણ જોવા મળ્યું હતું આ વખતના કાર્યક્રમમાં ઇસનપુર વિસ્તારની મનોકામના સોસાયટી થી મોટી સંખ્યામાં રેલી પગપાળા ચાલતા ચાલતા ઇસનપુર ખાતે બાપા સીતારામ મંદિર ની પાસે આવેલ બાબા સાહેબ ની પ્રતિમાએ ફૂલહાર વિધિ કરવામાં આવી હતી.

ત્યારબાદ રેલી આગળ વધતા ગોવિંદવાડી ઇસનપુર તેમજ ઉત્તમ નગર ચાર રસ્તા થી પરત ફરી ઇસનપુર બસ સ્ટેન્ડે થી થઈ બાપા સીતારામ મંદિર આંબેડકર ની પ્રતિમાએ પરત ફરી હતી જાણવામાં આવેલ કે આ રેલીમાં આશરે 400 થી 500 લોકો ટુ વ્હીલર ,ઓટો રીક્ષા ,ફોરવીલર ,બગી અને ડીજે સાથે મોટી સંખ્યા માં જોવા મળ્યા હતા ઇસનપુર વિસ્તારમાં ભવ્ય રીતે રેલીનું મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ રાત્રે મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા પાર્ટી નું પણ આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ઇસનપુર પોલીસ સ્ટેશન ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. ગોહિલ તેમજ ઇસનપુર વિસ્તારના મ્યુનિસિપલ મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ સામાજિક આગેવાન હાજર રહ્યા હતા અને આ વખતે આ કાર્યક્રમમાં ખાસ વિશેષતા એ જોવા મળી હતી કે કાર્યક્રમની શરૂઆત પહેલા ઇસનપુર પોલીસ સ્ટેશનના ફરજ પરના પાંચથી છ પોલીસ કર્મી ની પ્રશંસનીય કામગીરી બદલ ઇસનપુર પી.આઈ ડી. ડી. ગોહિલ ના હસ્તે બાબા સાહેબ આંબેડકર ના પુસ્તકથી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સાથે વિસ્તારમાં વસતા દલિત સમાજના ડોક્ટરો તેમજ એડવોકેટો ને પણ મહેમાનો દ્વારા બાબાસાહેબ આંબેડકર ના પુસ્તકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ માં રાખવામાં આવેલ મ્યુઝિકલ કાર્યક્રમ ના તમામ આર્ટિસ્ટોથી પૂરું વાતાવરણ મનોરંજનમાં ફેરવાઈ ગયું હતું લોકો હસી ખુશીથી ગીતો સાંભળતા મનોરંજન અને આનંદ મેળવતા જોવા મળ્યા હતા આમ સમગ્ર કાર્યક્રમ આયોજક,ઇસનપુર આંબેડકર વિચાર મંચ ના આયોજક રમેશભાઈ વોરા અને તેમની ટીમ ને પધારેલ મહેમાનો એ અભિનંદન પાઠવ્યા હતા

Previous article22 અને 23 એપ્રિલે ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’ સ્પર્ધા યોજાશે
Next articleછેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજાર 753 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ 53 હજારને પાર