(જી.એન.એસ) તા. 30
ગાંધીનગર,
આગામી દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિશેષ પ્રયત્નો કરી મતદાન અંગે વધુમાં વધુ લોકો જાગૃત બને તેવા કાર્યક્રમો ધરાયા છે.જેના ભાગરુપે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંજય મોદીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ડોર ટુ ડોર ઘન કચરાનું એકત્રિકરણ કરતી ૧૯૪ ઈ-રિક્ષા તેમજ ગ્રામ પંચાયતના પોતાના તેમજ ભાડે રાખેલા વાહનો પર મતદાન જાગૃતિ અંતર્ગત “મતદાન અવશ્ય કરીએ, અવસર લોકશાહીનો” જેવા સ્લોગન દર્શાતા સ્ટીકર લગાવી તથા ૭૩ ગામોમાં ડોર ટુ ડોર ઘન કચરાનું એકત્રિકરણ કરતા વાહનોમાં સ્પીકરના માધ્યમથી ‘લોકશાહીના આ અવસર પર મતદાન અવશ્ય કરિએ’ ઝીંગલ રૂપે તા.૭ મેના રોજ યોજાનાર ચૂંટણી દરમિયાન વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.