Home દુનિયા - WORLD ડોનાલ્ડ ટ્રંપની પુત્રીએ પિતાને જ જુઠા કહ્યા

ડોનાલ્ડ ટ્રંપની પુત્રીએ પિતાને જ જુઠા કહ્યા

45
0

(જી.એન.એસ),તા.૧૦
વોશીંગ્ટન
ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને સલાહકાર ઇવાન્કા ટ્રમ્પે યુએસ કેપિટલ હુમલાની તપાસ કરી રહેલા યુએસ ધારાસભ્યોની પેનલને જણાવ્યું હતું કે તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના ખોટા દાવાઓ પર પણ વિશ્વાસ કરતી નથી કે તેમની ૨૦૨૦ ની ચૂંટણીની હાર વ્યાપક મતદાન છેતરપિંડીથી થઈ હતી. ટ્રમ્પના ચાર વર્ષના વ્હાઇટ હાઉસ શાસન દરમિયાન તેમના પિતાના સૌથી વિશ્વાસુ સહાયકોમાંના એક ઇવાન્કા ટ્રમ્પે ૬ જાન્યુઆરી ૨૦૧૧ના રોજ યુએસ સંસદ પર થયેલા હુમલાની તપાસ કરી રહેલી યુએસ કોંગ્રેસની તપાસ સમિતિ સમક્ષ નિવેદન આપ્યું હતું. ઈવાન્કા ટ્રમ્પ પહેલીવાર આ સમિતિ સમક્ષ હાજર થઈ હતી અને વીડિયો લિંક દ્વારા પોતાનું નિવેદન આપ્યુ હતું. ઇવાન્કા ટ્રમ્પે કોંગ્રેસના તપાસકર્તાઓને કહ્યું, ‘હું એટર્ની જનરલ વિલિયમ બર્રેનું સન્માન કરું છું. તેથી જ મેં તેમની વાત સ્વીકારી. એટર્ની બર્રે કહ્યું કે યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટને એવા કોઈ પુરાવા મળ્યા નથી કે ૨૦૨૦ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની છેતરપિંડી થઈ હતી. તે જ સમયે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આરોપો કે ચાર મોટા રાજ્યોમાં મોટા પાયે મતદાન દરમિયાન ગોટાળા થયા હતા, તેથી જ તેઓ ચૂંટણી હારી ગયા અને ચૂંટણી ચોરી થઈ, આ આરોપો સંપૂર્ણપણે ખોટા છે. ઇવાન્કા ટ્રમ્પે આ વાત સ્વીકારી છે. યુએસ કોંગ્રેસનલ કમિટીએ પેનલ સમક્ષ યુએસ એટર્ની જનરલ વિલિયન બર્રનો એક વીડિયો રજૂ કર્યો હતો, જેમાં બારે તેમના ભૂતપૂર્વ બોસ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીમાં છેતરપિંડી કરવાના દાવાઓને “બકવાસ” ગણાવ્યા હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાેકે, તેમના રિપબ્લિકન મતદારોને આશ્વાસન અપાવવામાં સફળ થયા છે કે ચૂંટણીમાં ધાંધલ ધમાલ કરવામાં આવી હતી અને તેમને કપટપૂર્વક રાષ્ટ્રપતિ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. બુધવારે નિષ્કર્ષ પર આવેલા રોઇટર્સ/ઇપ્સોસના મતદાનમાં જાણવા મળ્યું છે કે ૫૮% રિપબ્લિકન્સે ૨૦૨૦ની ચૂંટણીના પરિણામને છેતરપિંડીનું પરિણામ માન્યું છે. તમને જણાવી દઈએ કે, ૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ રમખાણો ફાટી નીકળ્યા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસની બહાર હજારો સમર્થકોની સામે ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે ૨૦૨૦ની ચૂંટણીના પોતાના ખોટા દાવાઓનું પુનરાવર્તન કર્યું હતું અને તેમને કેપિટલ હિલ (સંસદ) સુધી રેલી કરવા કહ્યું હતુ અને નર્કનો દરવાજાે તોડવાનું આહ્વાન કર્યું હતુ.ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રીએ યુએસ કોંગ્રેસનલ ઇન્વેસ્ટિગેટિવ કમિટીની સામે તેના પિતાને જુઠ્ઠા ગણાવ્યા છે અને કહ્યું છે કે ૨૦૨૦ ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન તેના પિતાએ ચૂંટણીમાં છેતરપિંડી વિશે જે કહ્યું હતું તે પોતે માનતી નથી. ઇવાંકા ટ્રમ્પનું આ નિવેદન તેના પિતા ડોનાલ્ડ ટ્રમ્પના રાજકીય કરિયર માટે ઘણું ખતરનાક સાબિત થઈ શકે છે, કારણ કે રાષ્ટ્રપતિ પદ દરમિયાન ઈવાંકા ટ્રમ્પ તેના પિતાના સૌથી નજીકના સહાયક હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવડાપ્રધાન મોદીએ નવસારીમાં ૨૧૫૧ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
Next articleમહારાષ્ટ્રમાં ભાજપને હરાવવા માટે ઓવૈસીની પાર્ટી તૈયાર