Home વ્યાપાર જગત - BUSINESS ડેરિવેટીવ્ઝમાં માર્ચ વલણના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

ડેરિવેટીવ્ઝમાં માર્ચ વલણના અંતે ભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

79
0
Bull and Bear -Stock Market Trends

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૧.૦૩.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૬૮૩.૯૯ સામે ૫૮૭૭૯.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૪૮૫.૭૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૦૫.૧૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૫.૪૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૫૬૮.૫૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૧૫.૪૦ સામે ૧૭૫૧૯.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૪૩૬.૭૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૯.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૧.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૪૬૩.૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

યુક્રેન – રશિયા વચ્ચે યુદ્વ વિરામના સંકેત બાદ ફરી બન્ને દેશો વચ્ચે વાટાઘાટના પ્રથમ દોર બાદ રશિયાની યુદ્વ વિરામની પહેલના યુક્રેન શંકાની નજરે જોઈ રહ્યું હોઈ મામલો બિચક્યો હોવાના નિર્દેશને પગલે વૈશ્વિક બજારોમાં સર્જાયેલી અફડાતફડીમાં અમેરિકી બજારો ઉંચકાયા સામે આજે એશીયા, યુરોપના દેશોના શેરબજારમાં નરમાઈથી વિપરીત ભારતીય શેરબજારમાં સપ્તાહના ચોથા દિવસે ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. શેરબજારોમાં કેશ સેગ્મેન્ટમાં આજે નવા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના બીજા દિવસે લોકલ ફંડોની સાથે ફરી ફોરેન ફંડોની તેજી થતાં અને મહારથીઓ, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ પોતાના પસંદગીના સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી કર્યા સાથે ટેલિકોમ, એફએમસીજી, પાવર અને યુટિલિટીઝ શેરોમાં તેજી જોવા મળી હતી.

વૈશ્વિક સ્તરે ફુગાવાની સમસ્યા સાથે ચાઈનામાં કોરોનાના ઉપદ્વવના કારણે મેટલની માંગ મંદ પડવાના સંકેત અને યુરોપમાં ગેસના પુરવઠાની ખેંચના સંકેતે  ઈન્ડસ્ટ્રીયલ સ્લો ડાઉનના સંકેતે  મેટલ – માઈનીંગ શેરોમાં ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. અમેરિકી શેરબજારમાં ઘટાડા સાથે અન્ય વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં પણ ડેરિવેટીવ્ઝમાં માર્ચ વલણના અંતે આરંભિક તેજી બાદ ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી રહેતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૦.૧૫ લાખ કરોડ વધીને રૂ.૨૬૪.૦૪ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર, મેટલ, આઈટી, ટેક, એનર્જી, બેઝિક મટિરિયલ્સ અને ફાઈનાન્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૯૬ અને વધનારની સંખ્યા ૧૫૦૦ રહી હતી, ૧૧૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, છેલ્લા બે સપ્તાહમાં અમેરિકાની ઈક્વિટીઝમાં આવેલી રેલી છેતરામણી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ રેલી મંદીના સમયમાં જોવા મળતી રેલી છે જે ભારે નુકસાની કરાવી શકે છે એમ બેન્ક ઓફ અમેરિકા દ્વારા મત વ્યકત કરવામાં આવ્યો છે. ફન્ડામેન્ટલ્સ નબળા હોવાના સ્પષ્ટ સંકેત છતાં, બજારમાં સુધારો આવ્યો છે જે ચેતવણીના સંકેત આપે છે. ફુગાવાને અંકૂશમાં લાવવા ફેડરલ રિઝર્વ વર્તમાન વર્ષમાં વ્યાજ દરમાં વધારો કરવા તરફ આગળ વધ્યું છે. જાન્યુઆરીની ટોચેથી એસએન્ડપી ૫૦૦માં આવેલા ૧૨%નું કરેકશન હજુ પૂરું થયું નથી અને હાલની જોરદાર રેલી મંદીની બજારમાં જોવા મળતી વોલેટિલિટીનો ભાગ છે એમ બેન્કના એક વિશ્લેષકે જણાવ્યું હતું.

ફેડરલ રિઝર્વ દ્વારા નાણાં નીતિને સખત બનાવવાના પગલાં અર્થતંત્ર માટે પીડાકારક બની રહેશે. બજાર માટે પ્રતિકૂળ એવા પગલાંને જોતા ઈક્વિટીઝમાં સુધારો લાંબો સમય ટકી રહે તેવી શકયતા નથી. હાલમાં કોઈપણ તબક્કે ફેડરલ બજારની વહારે આવી શકે એમ નથી. વર્ષ ૧૯૨૭થી અત્યારસુધીની ૧૧ મંદીના ગાળામાં  ચાર વખત એવું જોવાયું હતું કે ૧૦%નો સુધારો ૧૦ દિવસ કરતા વધુ ચાલ્યો હોય. મંદીની બજારમાં એકધારો દસ દિવસનો સુધારો સામાન્ય બાબત હોવાનું પણ વિશ્લેષકે એક નોંધમાં જણાવ્યું હતું. ચેતવણી આપવા પાછળ પૂરતા કારણો છે, જેમાં રશિયા – યુક્રેન યુદ્ધ, કોમોડિટીઝના ઊંચા ભાવ તથા ખાતરની કિંમતોમાં વધારાનો સમાવેશ થાય છે. તેમજ ક્રુડ તેલમાં ભાવ વધારા જેવા કારણો પણ યથવાટ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field