રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૧૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૫૧૦.૫૮ સામે ૬૧૬૫૬.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૬૦૦.૪૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૧૧.૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬૨.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૨૨૭૨.૬૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૮૬.૭૫ સામે ૧૮૩૧૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૨૯૭.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૦.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૯.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૪૮૬.૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચાઈનામાં કોરોનાના કેસો રેકોર્ડ લેવલે પહોંચતાં બેઈજીંગમાં લોકડાઉન સહિતના આકરાં અંકુશના પગલાં લેવાતાં વૈશ્વિક મંદીના ફફડાટ વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે ભારતીય શેરબજારમાં આજે આઇટી, ટેક, ઓઇલ એન્ડ ગેસ, ફાઈનાન્સિયલ સર્વિસિસ અને બેન્કેક્સ શેરોમાં લોકલ ફંડોના આકર્ષણે બજાર પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યું હતું. ચાઈનાના નેગેટીવ સમાચાર સામે અમેરિકામાં ક્રુડનો સ્ટોક ઘટતાં અનને રશિયાનો પુરવઠો અનિશ્ચિત બનતાં ક્રુડ ઓઈલના ભાવ ઉંચકાઈ આવ્યા સાથે એશીયાના બજારોમાં આજે મજબૂતી જોવાઈ હતી. ભારતીય શેરબજારમાં આઇટી, ટેક શેરો સાથે ફાઈનાન્સિયલ સર્વિસિસ અને બેન્કેક્સ શેરોમાં ફંડોએ મોટી તેજી કરી હતી. જ્યારે પસંદગીના કેપિટલ ગુડ્સ, એનર્જી અને એફએમસીજી શેરોમાં આકર્ષણ રહ્યું હતું.
વૈશ્વિક મોરચે મહામંદીની પરિસ્થિતિ સર્જાતી અટકાવવા અમેરિકા સહિતના દેશોને યુએન દ્વારા વ્યાજ દરમાં વધારો અટકાવવાની અરજ કરવામાં આવતાં તીવ્ર વ્યાજ દર વધારો અટકવાની અપેક્ષા અને જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં ભારતીય શેરબજારમાં શેરોમાં ફંડોની ખરીદીએ બીએસઇ સેન્સેક્સ ૭૬૨ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૧૯૯ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૨૫ લાખ કરોડ વધીને રૂ.૨૮૩.૬૯ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૨ અને વધનારની સંખ્યા ૧૮૭૧ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળા માટે મોટાભાગની કંપનીના પરિણામો નિરાશાજનક રહેવા સાથે વર્તમાન નાણાં વર્ષના આવક અંદાજોમાં ઘટાડો જોવાઈ રહ્યો છે. એક ખાનગી બ્રોકરેજ પેઢીએ તેના નિરીક્ષણ હેઠળની ૧૪૭ કંપનીઓમાંથી ૪૯% કંપનીના વર્તમાન નાણાં વર્ષ માટેના અર્નિંગ્સ અંદાજોમાં ઘટાડો કર્યો છે. નિફટી કંપનીઓની વર્તમાન નાણાં વર્ષ માટે શેર દીઠ કમાણીમાં ૩.૭૦%નો કાપ મુકાયાનું પણ પેઢી દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું હતું. જો કે નાણાં વર્ષ ૨૦૨૪ માટેના અર્નિગ્સ અંદાજોમાં કોઈ ફેરબદલ કરાયો નથી. નિફટી-૫૦ ઈન્ડેકસમાંની કંપનીઓના નેટ પ્રોફિટમાં વર્તમાન નાણાં વર્ષમાં ૧૧% અને આગામી નાણાં વર્ષમાં ૧૬% વૃદ્ધિ જોવાઈ રહી હોવાનું અન્ય એક બ્રોકરેજ હાઉસે જણાવ્યું હતું.
નાણાકીય વર્ષ ૨૦૨૩માં સાધારણ વૃદ્ધિ કોમોડિટી ક્ષેત્રમાં નફામાં જોરદાર ઘટાડો સૂચવે છે, જેમાં બીપીસીએલની જંગી ખોટ જોવાઈ રહી છે. જો કે ઓટો તથા બેન્કિંગ ક્ષેત્રના નફામાં મજબૂત વૃદ્ધિને પરિણામે આ ઘટાડો થોડોઘણો ભરપાઈ થઈ શકશે. બીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની નબળાઈ નાણાં વર્ષ ૨૦૨૩ તથા ૨૦૨૪ના નફાના અંદાજોમાં કાપમાં પ્રતિબિંબિત થાય છે. ઓટો તથા બાંધકામ જેવા સાઈકલિકલ ક્ષેત્રોના અર્નિંગ્સ સામે ઘટાડાના જોખમ રહેલા છે. આઈટી સર્વિસીઝ જેવા નિકાસ લક્ષી ક્ષેત્રો સામે પણ ઘટાડા તરફી જોખમ રહેલા છે. ફુગાવા તથા ઊંચા વ્યાજ દરને પરિણામે ઉપભોગ માગ ઘટવાની શકયતા રહેલી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.