રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૮.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૦૮૫.૪૩ સામે ૫૯૩૧૫.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૮૬૬૬.૪૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૧૭.૯૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૦.૭૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૭૭૪.૭૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૧૭.૨૫ સામે ૧૭૬૮૪.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૫૦૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૮.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૬.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૫૨૧.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક ચલણો સામે પોતાની સર્વોપરિતા ફરી કાયમ કરી અમેરિકી ડોલર સતત મોંઘો બની રહ્યો હોઈ અનેક દેશોની આયાતો મોંઘી બનવાના અને દેશોની આર્થિક હાલત કફોડી બનવાના સંકેત સાથે આર્થિક મંદીના ફફડાટે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે સાર્વત્રિક સાવચેતી જોવા મળી હતી. ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં વેચવાલી સાથે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીના દબાણે આજે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.
અમેરિકન અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે એવી ચિંતા વચ્ચે પણ ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં આક્રમકતાથી વૃદ્ધિ કરશે એા સંકેત વચ્ચે આઇટી, ટેક અને એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ, ઈન્ડસ્ટ્રીયલ, સીડીજીએસ અને એનર્જી શેરોમાં ઓફલોડિંગ થતાં બીએસઇ સેન્સેક્સ ૩૧૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૯૬ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૧૯ લાખ કરોડ વધીને રૂ.૨૭૭.૩૫ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, સીડીજીએસ અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૫૭ અને વધનારની સંખ્યા ૧૮૬૧ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, કોરોના બાદ ઝડપી સુધારા અને લો-બેઝ ઇફેક્ટને કારણે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આથક વિકાસદર ૧૩ થી ૧૫.૭% રહેવાનો અંદાજ છે. ઉપરાંત અમુક અંદાજ અનુસાર જીડીપી દર આ આંકડા કરતા પણ વધુ હોઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના દ્વારા એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ૧૫.૭% રહેવાનો અંદાજ મૂક્યો હતો. આ સિવાય રેટિંગ એજન્સી ઇકરાનાએ જૂન ક્વાર્ટરમાં વિકાસદર ૧૩%થી નીચે રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ આવતા અઠવાડિયે પ્રથમ ક્વાર્ટરના જીડીપીના આંકડા જાહેર કરશે. તાજેતરની રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસીમાં દેશની સેન્ટ્રલ બેંકે કહ્યું કે કોરોના મહામારીની પ્રથમ લહેરમાં જૂન, ૨૦૨૦માં જીડીપીમાં ૨૩.૯%નો ઘટાડો નોંધાયો હતો. જોકે કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ બગડવા છતાં વર્ષ ૨૦૨૧ના જૂન ક્વાર્ટર દરમિયાન વિકાસદરમાં ૨૦.૧%નો વધારો થયો હતો.
ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી ૧૬.૨% રહેવાનું અનુમાન મૂક્યો છે. દેશના વિકાસદરની કમાન સર્વિસ સેક્ટરના હાથમાં જોવા મળશે. અહેવાલ અનુસાર સર્વિસ સેક્ટર દ્વારા દેશના જીડીપીને સૌથી વધુ વૃદ્ધિ અને વેગ મળશે. સેવા ક્ષેત્રનો વિકાસ દર ૧૭ થી ૧૯% રહેવાની સંભાવના છે. ત્યારબાદ ઉદ્યોગજગતનો જીડીપી ૯ થી ૧૧% રહેશે. જો કે મોંઘવારી, આર્થિક મંદી અને ભૂ – રાજકીય પ્રતિકુળ ઘટનાઓ ભારતના વિકાસ – પથમાં સૌથી મોટો અવરોધ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.