Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ડુંગળીના નિકાસ પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

ડુંગળીના નિકાસ પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

42
0

(જી.એન.એસ),તા.૨૪

નવીદિલ્હી,

સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આગામી આદેશ સુધી લંબાવ્યો છે. વાણિજ્ય મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. અગાઉ આ વર્ષે 31 માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 31 માર્ચ, 2024 સુધી ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલ પ્રતિબંધને આગામી આદેશો સુધી લંબાવવામાં આવ્યો છે.

સ્થાનિક પ્રાપ્યતા વધારવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ આગામી આદેશ સુધી લંબાવ્યો છે. વાણિજ્ય મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. અગાઉ આ વર્ષે 31 માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) એ 22 માર્ચે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ 31 માર્ચ, 2024 સુધી આગળના આદેશો સુધી લંબાવવામાં આવ્યો છે. વાણિજ્ય મંત્રાલયની એક પાંખ DGFT નિકાસનું નિયમન કરે છે અને આયાત સંબંધિત મુદ્દાઓ પર નિર્ણયો લે છે. સરકારે 8 ડિસેમ્બર, 2023ના રોજ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. રવિ સિઝન, 2023માં ડુંગળીનું ઉત્પાદન 2.27 કરોડ ટન રહેવાનો અંદાજ છે.

મૈત્રીપૂર્ણ દેશોમાં ડુંગળીની નિકાસને આંતર-મંત્રાલય જૂથની મંજૂરી મળ્યા પછી કેટલાક વિશેષ કિસ્સાઓમાં મંજૂરી આપવામાં આવે છે. સરકારે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ (NCEL) દ્વારા UAE અને બાંગ્લાદેશમાં 64,400 ટન ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે. અગાઉ, કેન્દ્રએ ગ્રાહકોને રાહત આપવા માટે ઓક્ટોબર 2023માં છૂટક બજારોમાં 25 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે બફર ડુંગળીના સ્ટોકનું વેચાણ વધારવાનો નિર્ણય લીધો હતો.

દેશમાં ડુંગળીની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2023માં તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધની અવધિ 31 માર્ચ 2024 સુધી હતી. હવે સરકારે તેને આગામી આદેશ સુધી લંબાવ્યો છે. હવે નવા પાક પણ બજારમાં આવવા લાગ્યા છે. જ્યારથી સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારથી તેના ભાવ અડધા કરતા પણ ઓછા થઈ ગયા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅરવિંદ કેજરીવાલની ધરપકડ પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ મોટું નિવેદન
Next articleકેજરીવાલે EDની કસ્ટડીમાંથી પહેલો આદેશ જાહેર કર્યો