Home મધ્ય ગુજરાત અમદાવાદ ડિફેન્સ એક્સ્પોમાં ભાગ લેવા ફાઇટર જેટ સુખોઈનું અમદાવાદમાં લેન્ડિંગ

ડિફેન્સ એક્સ્પોમાં ભાગ લેવા ફાઇટર જેટ સુખોઈનું અમદાવાદમાં લેન્ડિંગ

42
0

ગાંધીનગર ખાતે 18થી 22 ઓક્ટોબર દરમિયાન યોજનારા ડિફેન્સ એક્સ્પો તેમજ રિવરફ્રન્ટ પર યોજાનારા એર શોમાં ભાગ લેવા ફાઇટર જેટનું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ શરૂ થઈ ગયું છે. ઇન્ડિય એરફોર્સનું એક સુખોઈ વિમાન એરપોર્ટ પર ઊતર્યું હતું. એટલું જ નહીં મેઘાણીનગર ખાતે ઇન્ડિયન એરફોર્સના ફાઇટર વિમાનોનું પ્રદર્શન 2 અને 3 ઓક્ટોબરે જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે. આ ઉપરાંત પ્રદર્શનમાં મુકવા માટે યુદ્ધમાં વપરાતી વિવિધ સાધન સામગ્રી પણ ડિફેન્સના વિશેષ કાર્ગો વિમાનમાં અમદાવાદ આવી પહોંચી હતી.

મેઘાણીનગર ખાતે આવેલા કાર્ગો તરફ યોજાનારા પ્રદર્શનમાં સુખોઈ, જગુઆર સહિતના અન્ય પ્રકારના ફાઈટર જેટ જોવા મળશે. વિમાનોની તમામ પ્રકારની વિશેષ માહિતી પ્રદર્શનમાં આવનારાને આપવામાં આવશે. પ્રદર્શનમાં આવનાર લોકો ફાઇટર વિમાનોને નજીકથી જોઈ શકશે. આમ અમદાવાદ એરપોર્ટ પર આવનાર ફાઇટર વિમાનોને ડિફેન્સના હેંગરમાં પાર્ક કરવામાં આવશે. 18મીએ ડિફેન્સ એક્સપોના પાંચ દિવસ અગાઉ એટલે 13મીથી રિવરફ્રન્ટ ખાતે બપોરે એક્સરસાઇઝ શરૂ કરવામાં આવશે. ​​​​​​​ 

એર શો વિવિધ પ્રકારના કરતબો દરમિયાન આકાશમાં ત્રણ ત્રણ ની પેરમાં 9 કે 12 ફ્લાઈટ વિમાનો એક સાથે જોડાશે. આ ઉપરાંત આવતી કાલે પણ ફાઇટર વિમાનો ઉતરશે, જઆ ડિફેન્સ ના અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે. તેવું એરપોર્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે. ડિફેન્સ એક્સ્પોમાં 60થી વધુ દેશના પ્રતિનિધિ પણ ભાગ લેવાના છે.

આ કાર્યક્રમમાં યુક્રેન અને રશિયા ભાગ નહીં લે પરંતુ ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ સહિતના વિવિધ દેશના પ્રતિનિધિ હાજરી આપશે. એરપોર્ટ પર 13થી 22 ઓક્ટોબર સુધી બપોરે એરસ્પેસ બંધ રહેશે. આ સમય દરમિયાન એરપોર્ટ પર શેડ્યુલ-નોન શેડ્યુલ સહિત કોઈપણ પણ પ્રકારના એરક્રાફ્ટની આવન જાવન થશે નહીં. બીજીબાજુ ડોમેસ્ટિક સેક્ટરની 6 જેટલી ફ્લાઇટોના શેડ્યુલમાં ફેરફાર કરાશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકાબુલમાં ભીષણ વિસ્ફોટમાં 32ના મોત જ્યારે 40 લોકો ઘાયલ હોવાનું આવ્યું બહાર
Next articleઆજથી થયા વીજળી બિલથી લઇ RBI ના નિયમો સુધી…નવ જેટલા થયા મોટા ફેરફારો..જાણો