Home મનોરંજન - Entertainment ડર્ટી પિક્ચરની સીક્વલ માટે એકતા કપૂરે તૈયારી શરૂ કરી

ડર્ટી પિક્ચરની સીક્વલ માટે એકતા કપૂરે તૈયારી શરૂ કરી

29
0

(જી.એન.એસ),તા.૨૦
મુંબઈ
વિદ્યા બાલનની આઈકોનિક ફિલ્મ ધ ડર્ટી પિક્ચરની સીક્વલ બનાવવા એકતા કપૂરે તૈયારી શરૂ કરી છે. ૨૦૧૧ના વર્ષમાં રીલિઝ થયેલી આ ફિલ્મે વિદ્યા બાલનને નવી ઓળખ આપી હતી. તેની સીક્વલ માટે એકતા કપૂરે તૈયારી શરૂ કરી છે અને સ્ક્રિપ્ટ લખવાનું કામ કનિકા ધિલ્લોનને સોંપ્યું છે. કનિકા વર્ષના અંત સુધીમાં સ્ક્રિપ્ટ તૈયાર કરી દે તેવી શક્યતા છે. એકતા અને તેની પ્રોડક્શન ટીમ નવા પ્રોજેક્ટ માટે ઉત્સુક છે અને નવા વર્ષની શરૂઆતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની ઈચ્છા છે. ધ ડર્ટી પિક્ચરને રજત અરોરાએ લખી હતી, પરંતુ સીક્વલમાં તેમને દૂર રખાયા છે. ઓરિજિનલ ફિલ્મમાં વિદ્યા બાલને પાવરફુલ મહિલાનો રોલ કર્યો હતો, પરંતુ સીક્વલમાં તેને રીપ્લેસ કરવામાં આવશે. એકતા કપૂરની ઈચ્છા કંગના રણોતને લીડ રોલ આપવાની હતી, પરંતુ કંગનાએ ધ ડર્ટી પિક્ચર માટે ના પાડી દીધી છે. તાપસી પન્નુ અને ક્રિતિ સેનન એકતાના આ પ્રોજેક્ટમાં જાેડાવા તૈયાર છે અને લીડ રોલ માટે તેમની વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવીરે દી વેડિંગની સીક્વલમાં કરીના કપૂર અને તબુ જાેવા મળશે
Next articleદયાબેન ખરેખરએ નથી જે તમે સ્કીન પર જાેવો છો ઃ રિટા રિપોર્ટરનો ખુલાસો