Home દુનિયા - WORLD ટ્વીટરના નવા બોસ બન્યા એલોન મસ્ક

ટ્વીટરના નવા બોસ બન્યા એલોન મસ્ક

90
0

(જી.એન.એસ),તા.૨૬
વોશીંગ્ટન


ટ્વિટરને ખરીદવા માટે એલન મસ્કે પોતાની તમામ તાકાત લગાવી દીધી હતી. આ અગાઉ પણ એલન મસ્ક ટ્વીટરમાં 9.2 ટકાના ભાગીદાર રહી ચૂક્યાં છે. તેઓ આ ડીલ પહેલાં જ ટ્વિટરમાં પોતાની 9.2 ટક્કાની હિસ્સેદારી ધરાવે છે. ટ્વિટરના સૌથી વધુ 10.3 ટકા શેર એસેટ મેનેજમેન્ટ કંપની વેનગાર્ડ ગ્રુપની પાસે છે. સાઉદી અરબના પ્રિન્સ અલ-વલીદ બિન તલાલની પાસે અંદાજે 5.2 ટકા શેર છે. તેમણે પહેલા એલન મસ્કની રજૂઆત ફગાવી દીધી હતી. જોકે, હવે ટ્વિટરના બોર્ડે મસ્કનીઆ રજૂઆતને મંજૂરી આપી દીધી છે.ટેસ્લા કંપનીના માલિક અને જાણીતા અમેરિકન અબજપતિ એલન મસ્કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ Twitter ને 44 બિલિયન ડોલરમાં ખરીદી લીધું છે. આ ડીલ સાથે જ હવે તેઓ ટ્વીટરના નવા માલિક બની ગયાં છે. ટ્વિટરે એલોન મસ્કને 44 બિલિયન ડોલરમાં કંપનીના વેચાણની પણ સત્તાવાર પુષ્ટિ કરી દીધી છે. ટ્વિટર ખરીદ્યાં પછી એલન મસ્કે ફ્રી સ્પીચ એટલેકે, વાણી સ્વાતંત્ર્યને લઈને પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. મસ્કે ટ્વિટ કરીને જણાવ્યું હતુંકે, વાણી સ્વાતંત્ર્ય લોકશાહીનો પાયાનો પથ્થર છે. ટ્વિટર એક ડિજિટલ ટાઉન સ્ક્વેર છે, જ્યાં માનવતાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ ભવિષ્યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ટ્વિટરને વધુને વધુ ફ્રેન્ડલી અનો લોકઉપયોગી બનાવવાનો અમારો પ્રયાસ રહેશે.મીડિયા રિપોર્ટ્સ મુજબ એલન મસ્કને ટ્વિટર ખરીદવા માટે 44 બિલિયન ડૉલર એટલેકે ભારતીય રૂપિયામાં લગભગ સવા ત્રણ લાખ કરોડથી વધારે રૂપિયા ખર્ચવા પડ્યાં છે. ઘણાં સમયથી મસ્ક ટ્વિટરને ખરીદવા માટે પ્રયાસ કરી રહ્યાં હતાં. જોકે, તે શક્ય બન્યુ નહોતું. આ વખતે પણ એવું લાગતું હતું કે, કદાચ અંતિમ મિનિટોમાં કરાર રદ થઈ જાય. જોકે, એવું બન્યુ નહીં. ઉલ્લેખનીય છે કે એલન મસ્ક પહેલા પણ કહી ચૂક્યા છે કે તેમણે ટ્વિટરને ખરીદવા માટે 46.5 અબજ ડૉલર ફન્ડિંગની વ્યવસ્થા કરી લીધી છે. પણ આખરે આ ડીલ પાર પાડવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉર્ફીએ હવે તો , શરીર પર ફૂલ ચોટાડીને બોલ્ડનેસ અદા બતાવી ઘણી હદ પાર કરી
Next articleતાલિબાને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે નવું ફરમાન જાહેર કરતા થયો વિવાદ