Home દુનિયા - WORLD ટ્વિટરના નવા CEOની જાહેરાત થશે, આ વ્યક્તિને જવાબદારી સોંપાય તેવી શક્યતા!..

ટ્વિટરના નવા CEOની જાહેરાત થશે, આ વ્યક્તિને જવાબદારી સોંપાય તેવી શક્યતા!..

52
0

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટ્વિટરના વડા એલન મસ્કે ફેબ્રુઆરીમાં એક જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં તેમણે કહ્યુ હતુ કે, 2023ના અંત સુધીમાં ટ્વિટરને નવા CEO મળી શકે છે. મસ્કે કહ્યુ હતુ કે, સોશિયલ મીડિયા યુઝર્સે તેમને આ પદ છોડવા માટે એક ઓનલાઇન પોલના માધ્યમથી મતદાન કર્યાના ટૂંક સમયમાં જ થશે. કોણ હશે આગામી CEO?.. જાણો?.. મસ્કની જાહેરાત બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, તેમની જગ્યાએ કોણ હશે. મસ્કની હકાલપટ્ટી બાદ જેક ડોર્સી બોર્ડમાં પાછા આવી શકે છે અથવા પરાગ અગ્રવાલને સીઇઓ તરીકે પાછા ફરવા માટે કહેવામાં આવી શકે છે? પરંતુ આ બધા વચ્ચે ટ્વિટરના એક અંદરના વ્યક્તિએ ‘ધ બોરિંગ’ કંપનીના સીઇઓ સ્ટિવ ડેવિસને સંભવિત ઉત્તરાધિકારી તરીકે જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મસ્કનું ટનલ ક્ન્સ્ટ્રક્શન વેન્ચરનું નેતૃત્વ ડેવિસ કરે છે. તે ટ્વિટરના સુધારામાં સક્રિયપણે સામેલ છે. પ્લેટફોર્મરે જણાવ્યુ હતુ કે, ખર્ચામાં ઘટાડા સાથે કામ કરીને તેમણે ટ્વિટરની નવી શરૂઆતમાં ઘણી મદદ કરી છે. ત્યાં સુધી કે કેટલાક ઉચ્ચ સ્તરના અધિકારીઓને છૂટા કરી નાંખ્યા છે. મહત્ત્વનું છે કે, ડેવિસે ટ્વિટરના ખર્ચામાં લગભગ 1 બિલિયન કરોડનો ઘટાડો કર્યો હતો અને મસ્કની સખત કાર્યશૈલીનું અનુકરણ કર્યુ હતુ. તેમણે પત્ની અને નવજાત બાળક સાથે ઓફિસમાં જ ઊંઘીને કામ કર્યુ હતું. પ્લેટફોર્મરના જણાવ્યા પ્રમાણે, આ બધા વચ્ચે એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે, તેમને CEO પદથી નવાજવામાં આવશે. ઇન્સાઇડરે જણાવ્યુ હતુ કે, ડેવિસ પોતે એક ઉદ્યોગસાહસિક હતો. તેણે પીએચડી પૂરી કર્યા પછી વોશિંગ્ટન ડીસીમાં એક બાર ખોલ્યો હતો. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં બિટકોઈનથી વ્યવહાર કરનારા પહેલા ઉદ્યોગપતિ હતા. ડેવિસના રસપ્રદ કામના ઇતિહાસને કારણે મસ્ક કદાચ ‘ધ બોરિંગ’ કંપનીનું નેતૃત્વ કરવા માટે ડેવિસને પસંદ કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનાગાલેન્ડમાં ઈતિહાસ રચાયો, નાગાલેન્ડમાં 60 વર્ષમાં પહેલી વાર કોઈ મહિલાએ જીતી વિધાનસભા ચૂંટણી
Next articleકેમ્બ્રિજમાં રાહુલ ગાંધીના પેગાસસ અંગેના નિવેદન પર બીજેપીએ પલટવાર કર્યો