Home ગુજરાત ટ્રાન્સપોર્ટ કંપનીના ખાતામાંથી 29.46 લાખ આરટીજીએસ થી ઉપાડનાર બે ઝડપાયા

ટ્રાન્સપોર્ટ કંપનીના ખાતામાંથી 29.46 લાખ આરટીજીએસ થી ઉપાડનાર બે ઝડપાયા

39
0

ગાંધીધામ સ્થિત હરિશ ટ્રાન્સપોર્ટ કંપનીનો નેટ બેંકિંગથી જોડાયેલું બંધ સીમકાર્ડ કોઇપણ રીતે મેળવી લઇ અલગ અલગ ટ્રાન્જેક્શન કરી કંપનીના ખાતામાંથી રૂ.29.46 લાખ ઉપાડી લઇ ઓનલાઇન છેતરપિંડી કરાઇ હોવાની ઘટનામાં પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે આ ઓનલાઇન ઠગાઇ કરનાર આરોપીઓનું પગેરૂં મેળવી છેક રાજસ્થાન જઇ બે આરોપીઓને પકડી લઇ સરાહનિય કાર્યવાહી કરી હતી.

હરિશ ટ્રાન્સપોર્ટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સંતોષ વિશનદાસ પંજવાણીએ તા.29/8 જ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની કંપનીના ઉપયોગમાં લેવાતા નેટ બેંકિંગ સાથે જોડાયેલું મોબાઇલનું બંધ સીમ કાર્ડ યેન કેન રીતે મેળવી લઇ કોઇ અજાણ્યા ઇસમોએ તેમની કંપનીના બેંક ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેક્શન કરી રૂ.29,46,000 ઉપાડી ઓનલાઇન ચિટિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું.

આ ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓનું પગેરૂં મેળવવા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી ચક્રો ગતિમાન કર્યા બાદ આ ફ્રોડ કરનાર આરોપી રાજસ્થાનના ભીલવારા હોવાનું જાણવા મળતાં એએસઆઇ સિધ્ધરાજસિંહ અશોકસિંહ ઝાલા, હેડકોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ રવુભા જાડેજા, વિજયભાઇ માલોતરિયા, કોન્સ્ટેબલ સુરેશભાઇ સોલંકી રાજસ્થાનના ભીલવારા પહોંચ્યા હતા

અને બે ટીમ બનાવી આરોપીઓનો પત્તો મેળવી આ ઓનલાઇન ઠગાઇ કરનાર આરોપીઓ વિક્રમસિંહ જીતેન્દ્રસિંહ ભાટી અને નરેન્દ્રસિંહ છોટુસિંહ રાવતને પકડી લઇ ગાંધીધામ લઇ આવ્યા હતા અને કાયદેસર કાર્યવાહી કરી હતી. ટ્રાન્સપોર્ટ કંપનીના ખાતામાંથી 29.46 લાખ જેવી માતબર રકમ ઉપાડી લીધા બાદ આ રકમ કલકત્તામાં એટીએમ મારફત ઉપાડી લેવાઇ હતી

જેમાં 15 લાખ વિક્રમસિંહના ખાતામાં અને 14 લાખ નરેન્દ્રના ખાતમાં લેવાયા બાદ બીજા ચાર ભાગ પાડી માત્ર બે જ કલાકમાં આખો ખેલ પાડી દીધો હતો. આ 29.46 લાખના ફ્રોડની ફરિયાદ નોંધાયા બાદ સાયબર ક્રાઇમ પોલીસને આરોપી ભીલવારા હોવાની બાતમી મળતાં જ ત્યાં પહોંચી બે ટીમ બનાવાઇ હતી જેમાં એક ટીમ ફરિયાદીના રૂપિયા જે ખાતમાં જમા થયા છે

તે ખાતા ધારકની માહિતી બેંકો પાસેથી એકઠી કરી રહી હતી, તો બીજી ટીમ ખાતા ધારકોના સરનામા ઉપર વોચ ગોઠવીને પકડવા સજ્જ બેઠી હતી. આરોપી વિક્રમસિંહ નાસતો ફરતો હોઇ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ત્રણ દિવસ રોકાણ કરી બે આરોપીઓને પકડી પોતાનું મિશન પુર્ણ કર્યું હતું.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field