Home ગુજરાત ટ્રમ્પ પોતાના માર્કેટીંગ માટે આવે છે એમાં ભાજપ-મોદી શેના હરખાય છે…?- શંકરસિંહ

ટ્રમ્પ પોતાના માર્કેટીંગ માટે આવે છે એમાં ભાજપ-મોદી શેના હરખાય છે…?- શંકરસિંહ

453
0

બાપૂના ચાબખાં-અમેરિકાના રાષ્ટ્રપતિની 3 કલાકની મુલાકાત પાછળ પ્રજાના 200 કરોડ વેડફી નાંખવાનો હક્ક તમને કોણે આપ્યો….

(જી.એન.એસ.) ગાંધીનગર, 17
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને લઇને એનસીપીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ એક વિડિયો સંદેશામાં ભાજપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ખુદ ટ્રમ્પને પણ આડે હાથે લઇને કહ્યું કે અમેરિકામાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ટ્રમ્પ ત્યાં વસતા ગુજરાતીઓના વોટ લેવા માટે અને પોતાના માર્કેટીંગ માટે આવી રહ્યાં છે ત્યારે વડાપ્રધાન મોદી કોના માટે પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ કરી રહ્યાં છેતેનો જવાબ આપે.
તેમણે પોતાનો આ વિડિયો ફેસબુક પર મૂકીને સવાલ કરતાં કહ્યું કે કોઇ વડાપ્રધાનને બીજા દેશના માટે પ્રચાર કરતાં જોયા છે ખરા…એમ કહીને કહ્યું કે મોદીએ બીજા દેશની ચૂંટણીમાં પ્રચાર કરવાની કોઇ જરૂર નથી. ટ્રમ્પની મુલાકાત પાછળ ખર્ચાઇ રહેલા લોકોના પરસેવાના કરોડો રૂપિયાનો હિસાબ લોકશાહીમાં ભાજપ અને સરકારે આપવો પડશે. સતત 25 વર્ષ ગુજરાતમાં સત્તા ભોગવનાર ભાજપ સરકારને હજુ પણ ગરીબી છુપાવવા દિવાલો બનાવવી પડે એ જ બતાવે છે કે 25 વર્ષ કેવું શાસન કર્યું છે.વોટ લેવા માટે ગરીબી બતાવવાની અને વિકાસ બતાવવાનો હોય ત્યારે ગરીબી છુપાવવાની તરકીબ ભાજપ પાસેથી શુખવાની જરૂર છે.
તેમણે કહ્યું કે અમેરિકામાં ટ્રમ્પની છાપ લોકશાહીવિરોધી પ્રકારની છે અને ઇમ્પીચમેન્ટથી ધ્યાન બીજે વાળવા માટેના તેમના આ પ્રયાસો છે. શું અમદાવાદ પ્લેનમાંથી ઉતરતાં તેમને ભારતની ગરીબી નહીં દેખાય…? ભાજપ સરકારે આવા તાયફા બંધ કરીને પ્રજાની સમસ્યાઓ માટે ધ્યાન આપીને રોજગારી, સારૂ અને સસ્તુ શિક્ષણ મળે તેવા પ્રયાસો કરવા જોઇએ. ગાંધી સરદાર સાદગીના પૂજારી અને પ્રતિક હતા એવા ગાંધીના આશ્રમમાં સુટબુટવાળા જઇને ગાંધીની મજાક ઉડાવવાનું બંધ કરવુ જોઇએ.
તેમણે વધુમાં કહ્યું કે પોતાના માર્કેટીંગ માટે આવતા અમેરિકાના રાષ્ટ્રપતિની અમદાવાદની 3 કલાકની મુલાકાત પાછળ 200 કરોડ વેડફી નાંખવા કરતાં શાળાઓ પાછળ અને બેકારોને રોજગારી માટે ખર્ચ કરવો જોઇએ. આ પ્રજાના રૂપિયા છે તમને શું હક્ક છે વાપરવાનો એવો સવાલ પણ તેમણે કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅલ્પેશ ઠાકોર ફરી બગાવતનાં મુડમાં..?!! આમ આદમી પાર્ટીમાં જોડાવાના એંધાણ
Next articleગુજરાતના રાજકારણમાં સક્રિય થવા “આપ”નો થનગનાટ..!