Home મનોરંજન - Entertainment ટોમ ક્રૂઝની ફિલ્મ ટોપ ગને બોક્સ ઓફિસ પર એક બિલિયનનો આંક વટાવ્યો

ટોમ ક્રૂઝની ફિલ્મ ટોપ ગને બોક્સ ઓફિસ પર એક બિલિયનનો આંક વટાવ્યો

52
0

(જી.એન.એસ),તા.૨૮
વોશિગ્ટન
ટોમ ક્રૂઝની ફિલ્મ ટોપ ગન મેવરિક્સે બોક્સઓફિસ પર એક મહિનો પૂર કર્યો છે અને દરેક વીકમાં આ ફિલ્મ નવી ઊંચાઈઓ આંબી રહી છે. ધમાકેદાર ઓપનિંગ બાદ બોક્સઓફિસ કલેક્શનનો ગ્રોથ સતત વધી રહ્યો છે. જુરાસિક વર્લ્ડ ડોમિનિયન, એલ્વિસ અને લાઈટયર જેવી એક્શન ફિલ્મો સાથે સીધો મુકાબલો હોવા છતાં ટોમ ક્રુઝની ફિલ્મ અડીખમ રહી છે. ઓપનિંગ વીકેન્ડમાં ટોપ ગન મેવરિક્સની સ્પીડ થોડી ઘટી હતી, પરંતુ બાદમાં બોક્સઓફિસ પર પકડ આવી હતી. જેના કારણે ૨૦૧૯ બાદ સૌથી વધુ કલેક્શન મેળવનારી ફિલ્મોમાં તેને બીજાે નંબર મળ્યો છે. પહેલા નંબરે સ્પાઈડર મેનઃ નો વે હોમ છે. ત્રીજા અને ચોથા વીકેન્ડમાં બોક્સઓફિસ પર ફિલ્મ છવાયેલી રહી હતી અને તેના કારણે વર્લ્ડવાઈડ ૧.૦૬ બિલિયન ડોલરનું કલેક્શન મળ્યું છે. માત્ર યુએસના માર્કેટમાં ૫૨૧ મિલિયન તથા અન્ય સ્થળે ૪૮૪ મિલિયન આ ફિલ્મને મળ્યા છે. અગાઉ સ્પાઈડર મેનઃ નો વે હોમને ૧.૯ બિલિયન ગ્લોબલી મળ્યા હતા. ૨૦૨૨માં રિલિઝ થયેલી ડૉક્ટર સ્ટ્રેન્જને પણ ટોપ ગને પાછળ રાખી દીધી છે. ૩૦ વર્ષ અગાઉ ટોમ ક્રુઝની ટોપ ગન રિલિઝ થઈ હતી અને તેની સીક્વલ લાંબા સમય બાદ આવી રહી હોવાથી સક્સેસ અંગે શંકાઓ હતી. જાે કે ટોમ ક્રુઝે તમામ આશંકાઓ ખોટી પાડી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપોપસિંગર શકિરા અજાણ્યા લવલેટર્સથી પરેશાન થઈ
Next articleવડાપ્રધાન મોદીનું યુએઈના રાષ્ટ્રપતિ નાહ્યાએ ગળે લગાવી સ્વાગત કર્યું