રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૧૨.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૨૧૩૦.૫૭ સામે ૬૨૩૦૦.૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૨૧૨૯.૫૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૮.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૦૨.૭૩ પોઈન્ટના ઉછાળા સાથે ૬૨૫૩૩.૩૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૬૦૫.૨૦ સામે ૧૮૬૩૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૮૫૭૫.૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૨.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૬.૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૮૭૧૧.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ડિસેમ્બરમાં વ્યાજ દરમાં મામૂલી અડધા ટકા સુધીનો વધારો કરવામાં આવશે એવા આપેલા સંકેત અને ચાઈનામાં કોવિડ અંકુશો હળવા થવા સાથે વૈશ્વિક બજારોમાં મજબૂત સાથે આજે ભારતીય શેરબજારમાં પણ તેજી જોવા મળી હતી. ભારતીય શેરબજારમાં અવિરત ઐતિહાસિક તેજી આગળ વધતી રહી હતી, જો કે વૈશ્વિક આર્થિક મંદીના અહેવાલ વચ્ચે ચાઈનામાં ફરી તીવ્ર ઝડપે કોવિડના કેસો વધતાં વૈશ્વિક બજારોમાં એકંદર નરમાઈ સાથે છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય શેરબજારમાં પણ સાંકડી વધઘટના અંતે સાવચેતી જોવાઈ હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૫૯ લાખ કરોડ વધીને રૂ.૨૮૪.૫૬ લાખ કરોડ રહ્યું હતું.
કોરોના મહામારી બાદ યુક્રેન – રશિયા વચ્ચે યુદ્વના પરિણામે વિશ્વભરમાં ખોરવાયેલી સપ્લાય – પુરવઠાની ચેઈનના પરિણામે ફુગાવા – મોંઘવારીના કારણે એક તરફ અમેરિકા, યુરોપના દેશો સાથે ભારતમાં વ્યાજ દરોમાં તીવ્ર વધારો કરવાની ફરજ પડી છે. પરંતુ આ વિકટ પરિસ્થિતિમાં ભારતીય અર્થતંત્રને અડીખમ રાખવામાં સરકારની વિદેશ અને આર્થિક નીતિના સમન્વય સાથે ઘર આંગણે પુરવઠા સ્થિતિ જળવાઈ રહે એ માટે લેવાયેલા પગલાંથી પરિસ્થિતિ અંકુશમાં રહેતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો જે પાછલા મહિનાઓમાં શેરોમાં નેટ વેચવાલ બન્યા હતા એ ફરી ખરીદદાર બન્યા સાથે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં ખરીદી જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, ઓઈલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, એનર્જી, એફએમસીજી અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૬૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૦૫ અને વધનારની સંખ્યા ૧૯૨૦ રહી હતી, ૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ઓક્ટોબર માસમાં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ૪%નો ઘટાડો નોંધવામાં આવ્યો છે જે છેલ્લા ૨૬ મહિનાનો સૌથી મોટો ઘટાડો છે. માઇનિંગ અને વીજ ઉત્પાદનમાં નબળા દેખાવને પગલે આ ઘટાડો નોંધાયો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ઓક્ટોબર, ૨૦૨૨માં દેશનું ઓદ્યોગિક ઉત્પાદન સૂચક આંકમાં ઘટાડો મેન્યુફેકચરિંગ ક્ષેત્રના ઉત્પાદનમાં ઘટાડો તથા માઇનિંગ અને વીજ ઉત્પાદનમાં નબળા દેખાવને કારણે થયો છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર મેન્યુફેકચરિંગ ક્ષેત્રના ઉત્પાદનમાં ૫.૬%નો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબર માસમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૩.૩%ની વૃદ્ધિ જોવા મળી હતી. એનએસઓના આંકડા અનુસાર એપ્રિલથી ઓક્ટોબર, ૨૦૨૨ સુધીના સમયગાળામાં માઇનિગ ક્ષેત્રનું કુલ ઉત્પાદન ૪% વધ્યું છે જ્યારે ગયા વર્ષે ઓક્ટોબર માસમાં માઇનિંગ ક્ષેત્રનું કુલ ઉત્પાદન ૨૦.૪% વધ્યું હતું. આ જ સમયગાળા મેન્યુફેકચરિંગ ક્ષેત્રનું કુલ વૃદ્ધિ દર ૫% રહ્યું છે જે ગયા વર્ષે ઓક્ટોબર માસમાં ૨૧.૮% રહ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.