Home દેશ - NATIONAL ટેક્સટાઇલ મંત્રાલયે “ભારત ટેક્સ 2024” હેઠળ “ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવા માટે...

ટેક્સટાઇલ મંત્રાલયે “ભારત ટેક્સ 2024” હેઠળ “ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવા માટે – હેકેથોન” પર “ભારત ટેક્સ 2024” હેઠળ “ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવા” પર હેકાથોનનું આયોજન કર્યું

26
0

26-29 ફેબ્રુઆરી, 2024ના રોજ નિર્ધારિત હેકાથોન માટે 5 ફેબ્રુઆરી, સુધી અરજીઓ મંગાવવામાં આવી છે

ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં એસ્પાયરિંગ ઇનોવેટર્સ (ગ્રેટ)માં સંશોધન અને ઉદ્યોગસાહસિકતા માટેની ગ્રાન્ટ હેઠળ ભંડોળ માટે ટોચના 3 વિજેતાઓને ધ્યાનમાં લેવાશે

(જી.એન.એસ),તા.૧૦

નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ્સ મિશન (એનટીટીએમ) હેઠળ ટેક્સટાઇલ મંત્રાલય 26-29 ફેબ્રુઆરી, 2024નાં રોજ આયોજિત થનારી “ભારત ટેક્સ 2024” હેઠળ “ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં રચનાત્મકતા લાવવા માટે ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં નવીનતાઓને પ્રોત્સાહન આપવા માટે હેકેથોન” શીર્ષક સાથે એક હેકેથોનનું આયોજન કરી રહ્યું છે.

હેકાથોનનો મુખ્ય ધ્યેય એક એવું પ્લેટફોર્મ ઊભું કરવાનો છે જે વિદ્યાર્થીઓ, સંશોધકો, ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગ વ્યાવસાયિકોને એકસાથે લાવે. આ પ્લેટફોર્મનો ઉદ્દેશ તકનીકી કાપડના ક્ષેત્રમાં જાગૃતિ લાવવાનો, નવીનતાને પ્રોત્સાહન આપવાનો, સહયોગને પ્રોત્સાહિત કરવાનો અને વાસ્તવિક-વિશ્વના પડકારોને પહોંચી વળવાનો છે. નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન (એનટીટીએમ), ટેક્સટાઇલ મંત્રાલય, ભારત સરકાર આ હેકાથૉન માટે પ્રાયોજક અને ભાગીદાર બનશે.

કાપડ ઉદ્યોગમાં ક્રાંતિકારી પરિવર્તન થઈ રહ્યું છે, જે પરંપરાગત કાપડમાં અદ્યતન સામગ્રી અને નવીનતાઓને સંકલિત કરે છે, જે ટેકનિકલ ટેક્સટાઇલ્સના ગતિશીલ ક્ષેત્રને જન્મ આપે છે. આ ક્ષેત્રમાં પરિવર્તનની સંભવિતતાને ઓળખીને એનટીટીએમ ભારત સરકારની મુખ્ય યોજના છે. એનટીટીએમ મુખ્યત્વે ટેકનિકલ ટેક્સટાઇલ્સ માટે શિક્ષણ, કૌશલ્ય અને બજાર પ્રોત્સાહનની સાથે સંશોધન, વિકાસ અને નવીનતા (આરડી એન્ડ આઇ) પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એનટીટીએમ (NTTM) એ રાષ્ટ્રીય મહત્વના એપ્લાઇડ પ્રોજેક્ટ્સની સાથે વિચારધારા, પ્રોટોટાઇપ ગ્રાન્ટના સ્વરૂપમાં કેટલાક પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડ્યું છે. કાપડ મંત્રાલય “ભારત ટેક્સ 2024” માં અગ્રણી પ્રોજેક્ટ્સની પ્રગતિ અને સિદ્ધિઓ દર્શાવવા માંગે છે.

હેકાથોનમાં ભાગ લઈને, ઇચ્છુક લોકોને તેમના જ્ઞાનમાં વધારો કરવાની, મૂલ્યવાન જોડાણો બનાવવાની, તેમના યોગદાન માટે માન્યતા પ્રાપ્ત કરવાની અને તકનીકી કાપડના ક્ષેત્રમાં વ્યવહારિક ઉપયોગો પર કામ કરવાની તક મળશે. આ ઇવેન્ટ એવા વાતાવરણને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે જ્યાં સહભાગીઓ માત્ર શીખી જ ન શકે, પરંતુ તકનીકી કાપડ ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોના ઉકેલો શોધવા માટે સક્રિયપણે ફાળો પણ આપી શકે.

આ હેકાથોનમાં 3 તબક્કાઓ સામેલ હશે, જેમાં આઇડિયાઓન તબક્કો સામેલ છે. વિકાસનો તબક્કો અને પ્રસ્તુતિકરણ અને 10 વિષયોના ક્ષેત્રો સાથે નિર્ણયનો તબક્કોઃ સ્માર્ટ ટેક્સટાઇલ્સ; ટકાઉ ટેક્સટાઇલ; મેડિકલ ટેક્સટાઇલ; રક્ષણાત્મક કાપડ; કમ્પોઝિટ્સ; ફંક્શનલ ફેબ્રિક્સ; સ્પેશિયાલિટી ફાઇબર્સ અને હાઈ-પર્ફોર્મન્સ ફાઇબર્સનો વિકાસ; સ્વદેશી મશીનરી/ઉપકરણો/સાધનોનો વિકાસ; એપ્લાઇડ સાયન્સિસ અને એન્જિનીયરિંગ તથા ટેકનિકલ ટેક્સટાઇલ્સનાં ક્ષેત્રમાં અન્ય કોઈ પણ ક્ષેત્ર સાથે ટેકનિકલ ટેક્સટાઇલનું સંકલન.

ટોચના 3 વિજેતાઓને ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં એસ્પાયરિંગ ઇનોવેટર્સમાં સંશોધન અને ઉદ્યોગસાહસિકતા માટેની ગ્રાન્ટ (ગ્રેટ) હેઠળ ગ્રાન્ડ ફોર રિસર્ચ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ હેઠળ ભંડોળ પૂરું પાડવા માટે વિચારણા કરી શકાય છે, જે ગ્રેટ સ્કીમની અન્ય લાયકાત માપદંડોને પરિપૂર્ણ કરવાની શરતે મહત્તમ 18 મહિનાના સમયગાળા માટે રૂ. 50 લાખ સુધીની ગ્રાન્ટ માટે છે.

ટોચના 3 વિજેતાઓને ટેકનિકલ ટેક્સટાઇલ્સમાં એસ્પાયરિંગ ઇનોવેટર્સમાં સંશોધન અને ઉદ્યોગસાહસિકતા માટેની ગ્રાન્ટ (ગ્રેટ) હેઠળ ગ્રાન્ડ ફોર રિસર્ચ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ હેઠળ ભંડોળ પૂરું પાડવા માટે વિચારણા કરી શકાય છે, જે ગ્રેટ સ્કીમની અન્ય લાયકાત માપદંડોને પરિપૂર્ણ કરવાની શરતે મહત્તમ 18 મહિનાના સમયગાળા માટે રૂ. 50 લાખ સુધીની ગ્રાન્ટ માટે છે.

આ દરખાસ્તો 5 ફેબ્રુઆરી 2024 સુધીમાં મેઇલ દ્વારા સબમિટ કરી શકાય છે

nttm-textiles[at]gov[dot]in જેમાં વિષયરેખા “હેકેથોન – (દરખાસ્તનું શીર્ષક) ભારત-ટેક્સ 2024 છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રી 12 જાન્યુઆરીનાં રોજ મહારાષ્ટ્રનાં નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે
Next articleડીપીઆઈઆઈટી દ્વારા 10થી 18 જાન્યુઆરી, 2024 સુધી સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીક 2024નું આયોજન કરવામાં આવ્યું