Home ગુજરાત ગાંધીનગર ટેક્નોલોજીના આ યુગમાં સામાન્ય બેદરકારી પણ બહુ મોટું નુક્શાન કરી શકે છે:...

ટેક્નોલોજીના આ યુગમાં સામાન્ય બેદરકારી પણ બહુ મોટું નુક્શાન કરી શકે છે: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

8
0

(જી.એન.એસ) તા. 1

ગાંધીનગર,

ગુજરાત વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના આ યુગમાં સામાન્ય બેદરકારી પણ બહુ મોટું નુક્શાન કરી શકે છે ત્યારે CCTV કેમેરા સાથે જોડેલા વાઇફાઇનો ઓપન કે નબળો પાસવર્ડ તથા નબળા સિક્યુરીટી સેટીંગ હેકર્સ માટે વીડિયો હેકકરવાનું સરળ બનાવી દે છે. ટેક્નોલોજીની કેટલીક એરરનો આવા હેકર્સ લાભ લેતા હોય છે. CCTV ઘરમાં કે ઓફિસમાં ઈન્સ્ટોલ કરાવશો તો તમારે યુઝરનેમ અને પાસવર્ડ સમયાંતરે બદલવા પડશે. પાસવર્ડ ખૂબ જ મજબૂત બનાવવો પડશે, સમયાંતરે તેનું સાયબર નિષ્ણાતો પાસે ઓડિટ કરાવવું પડશે. જો CCTV હેકિંગ થયું તો રીઅલ ટાઈમ અપડેટ તમને મળતું રહેશે.

આ બાબતે વધુમાં તેમને જણાવ્યું હતું કે, મજબૂત અને યુનિક પાસવર્ડ રાખવો જોઈએ. ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન આવે તેને ઈનેબલ કરવાથી તમે જરૂર સુરક્ષિત રહી શકશો. રિમોટ એક્સેસ જરૂર હોય તો VPNનો ઉપયોગ કરવો. વીડિયો રેકોર્ડર કે ડીવીઆર લોક કરેલા સ્થાને રાખવા જેથી અનધિકૃત એક્સેસ રોકી શકાય. હાર્ડવેર અને સોફ્ટવેર માટે ફાયરવોલનો ઉપયોગ કરવો. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field