Home રમત-ગમત Sports ટીમ ઈન્ડિયા સામેની ટી20 સીરીઝ માટે અફઘાનિસ્તાનની ટીમ જાહેર

ટીમ ઈન્ડિયા સામેની ટી20 સીરીઝ માટે અફઘાનિસ્તાનની ટીમ જાહેર

36
0

(જી.એન.એસ),તા.૦૭

સાઉથ આફ્રીકા સામેની ટેસ્ટ સિરીઝમાં ધમાલ મચાવ્યા બાદ ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે પોતાના અભિયાન શરુઆત કરશે. ભારત સામેની સિરીઝ માટે અફઘાનિસ્તાને પોતાની 19 સદસ્યની ટીમની જાહેરાત કરી છે. ઈજાગ્રસ્ત રાશિદ ખાનને સ્થાને ઈબ્રાહિમ જારદાનને ટી20 ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. આ પહેલા તે યૂએઈ સામેની ટી20 સિરીઝમાં અફગાનિસ્તાન સામે કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પહેલી ટી20 મેચ મોહાલીમાં 11 જાન્યુઆરીના રોજ રમાશે. બીજી ટી20 મેચ 14 જાન્યુઆરીના રોજ ઈન્દોરમાં રમાશે. 17 જાન્યુઆરીના રોજ ત્રીજી ટી20 બેંગ્લોરમાં રમાશે. રાશિદ ખાન બેક ઈન્જરીને કારણે અફઘાનિસ્તાન તરફથી રમતો જોવા નહીં મળે. સ્પિનર મુજીબ ઉર રહેમાન ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ છોડી અફઘાનિસ્તાનની ટીમમાં જોડાશે..

ભારત સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે અફઘાનિસ્તાનની ટીમ વિષે જણાવીએ, ઈબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઇકરામ અલીખિલ (વિકેટકીન), હઝરતુલ્લાહ ઝાઝાઈ, રહમત શાહ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, કરીમ જનાત, અઝમુલ્લા ઉમરઝાઈ, શરાફુદ્દીન અશરફ , મુજીબ ઉર રહેમાન, ફઝલ હક ફારૂકી, ફરીદ અહેમદ, નવીન ઉલ હક, નૂર અહેમદ, મોહમ્મદ સલીમ, કૈસ અહેમદ, ગુલબદ્દીન નાયબ અને રાશિદ ખાન જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. હવે દરેક ક્રિકેટપ્રેમીની નજર ભારતીય ટીમ પર છે. કારણ કે આ સીરિઝથી ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માનું ભવિષ્ય નક્કી થશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી રેડ બોલ ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે કે નહીં તે અફઘાનિસ્તાન સામેની સીરિઝથી જાણવા મળશે. જો વિરાટ-રોહિતને અફઘાનિસ્તાન સામેની સીરિઝમાં સામેલ ન કરવામાં આવે તો તેઓ ટી20 વર્લ્ડ કપમાં ભારત તરફથી રમે તેની સંભાવના ઓછી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો વિડીયો સો.મીડિયામાં વાઈરલ
Next articleભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે : અરવિંદ કેજરીવાલ