Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી ઝોમેટોમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી ઓર્ડર થયું મોંઘુ, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો 25%...

ઝોમેટોમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી ઓર્ડર થયું મોંઘુ, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો 25% નો વધારો

9
0

(જી.એન.એસ) તા. 22

 ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ ગ્રાહકો માટે પ્લેટફોર્મ ફીમાં 25 ટકાનો વધારો કર્યો છે. આનો અર્થ એ થયો કે હવે ગ્રાહકોએ ફૂડ ઓર્ડર કરતી વખતે પ્રતિ ઓર્ડર 5 રૂપિયા પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. વધારો પહેલાં ઝોમેટો પ્રતિ ઓર્ડર 4 રૂપિયા ઝોમેટો વસૂલતું હતું. જાન્યુઆરી 2024માં કંપની દ્વારા પ્લેટફોર્મ ફી રૂ. 3થી વધારીને રૂ.4 પ્રતિ ઓર્ડર કરવામાં આવી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કંપની દ્વારા જે શહેરો માટે પ્લેટફોર્મ વધારવામાં આવ્યું છે. તેમાં દિલ્હી NCR, બેંગલુરુ, મુંબઈ, હૈદરાબાદ અને લખનઉ જેવા શહેરોના નામ સામેલ છે. રિપોર્ટ અનુસાર કંપની એક દિવસમાં 20 લાખથી 22 લાખ સુધીના ઓર્ડર આપે છે. આવી સ્થિતિમાં ફીમાં એક રૂપિયાનો વધારો કરવાની સીધી અસર કંપનીના નફાના વધેલા સ્તર પર જોવા મળી શકે છે.
ઝોમેટોએ ઓગસ્ટ 2023માં પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું. તે સમયે કંપની ઓર્ડર દીઠ 2 રૂપિયા લેતી હતી. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેને વધારીને 3 રૂપિયા અને જાન્યુઆરી 2024માં તેને વધારીને 4 રૂપિયા કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે જો તમે ઝોમેટોનો ગોલ્ડ લોયલ્ટી પ્રોગ્રામ લો છો તો તમારે ડિલિવરી ચાર્જ ચૂકવવાની જરૂર નથી. અન્યથા તમારે ડિલિવરી ચાર્જ ચૂકવવો પડશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએનએફડીસીએ 18મા મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (એમઆઈએફએફ)માં એક્સક્લુઝિવ એનિમેશન વર્કશોપની જાહેરાત કરી
Next articleરક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવારે સિયાચીનની મુલાકાતે, વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ મેદાન પર તૈનાત સૈનિકોને સાથે મુલાકાત