Home દેશ - NATIONAL ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડે બે મહિનામાં રોકાણકારોને જબરજસ્ત રીટર્ન આપ્યું, 1 લાખના 1,13,084...

ઝેરોધા મ્યુચ્યુઅલ ફંડે બે મહિનામાં રોકાણકારોને જબરજસ્ત રીટર્ન આપ્યું, 1 લાખના 1,13,084 રૂપિયા થઈ ગયા

19
0

(જી.એન.એસ),તા.૦૯

ઝેરોધા કંપનીએ મ્યુચ્યુઅલ ફંડની અલગ-અલગ બે સ્કીમ લોન્ચ કરી હતી. પહેલી સ્કીમનું નામ ઝેરોધા નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડ છે, જ્યારે બીજી સ્કીમનું નામ ઝેરોધા ELSS ટેક્સ સેવર નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડ છે. ઝેરોધાની આ સ્કીમ ઓપન-એન્ડેડ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે. આ બંને NFO 3 નવેમ્બરે બંધ થયો હતો. આ NFO માં રોકાણકારોએ 100 રૂપિયા અને 500 રૂપિયાની નાની રકમથી રોકાણ શરૂ કર્યું હતું..

આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનો NFO 3 નવેમ્બરે બંધ થયો હતો. આજે 9 જાન્યુઆરીના રોજ અંદાજે 2 મહિના પુરા થયા છે. જે રોકાણકારોએ NFO દ્વારા રોકાણ કર્યું હતું તેઓને માત્ર બે માસમાં જબરદસ્ત રિટર્ન મળ્યું છે. આજે ઝેરોધા નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડની NAV 11.3084 રૂપિયા છે. આ ઉપરાંત ઝેરોધા ELSS ટેક્સ સેવર નિફ્ટી લાર્જ મિડકેપ 250 ઈન્ડેક્સ ફંડની NAV પણ 11.3084 રૂપિયા છે..

તેથી જે રોકાણકારે 2 માસ પહેલા આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 1 લાખ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો આજે તેઓને કુલ 1,13,084 રૂપિયા મળે છે. જો 1 લાખ રૂપિયાની બેંકની FD કરાવીએ તો 1 વર્ષ બાદ લગભગ 7000 રૂપિયા જેટલું રિટર્ન મળે છે. અલગ-અલગ બેંકમાં વ્યાજ દર 6.75% થી 7.15% છે. તેથી જે રોકાણકારોએ બેંક FD ના બદલે આ સ્કીમમાં રોકાણ કર્યું હોય તો 1 લાખના 1,13,084 રૂપિયા થઈ ગયા હોય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleCNC ઓટોમેશન કંપનીનો IPO ખુલ્યો 
Next articleટી-સીરીઝે ‘રેઈડ 2’ની સિક્વલની જાહેરાત કરી, લીડ રોલ માટે વાણી કપૂરની પસંદગી