Home ગુજરાત જોટાણાના ખારા ગામ પાસે પાંચ લૂંટારુ 20 લાખની કિંમતની ક્રેટા કારની લૂંટ...

જોટાણાના ખારા ગામ પાસે પાંચ લૂંટારુ 20 લાખની કિંમતની ક્રેટા કારની લૂંટ ચલાવી ફરાર

28
0

મહેસાણા જિલ્લામાં આવેલા જોટાણા નજીક એક એજન્ટ પોતાની 20 લાખ કિંમતની ક્રેટા ગાડી લઇ પોતાના મિત્ર સાથે દર્શન કરવા જતાં હતાં. એ દરમિયાન બાઈક પર આવેલા 5 લૂંટારુઓ ગાડી રોકાવી લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.સમગ્ર મામલે લાંઘણજ પોલીસ મથકમાં લૂંટ અંગે ફરિયાદ નોંધાઈ છે. વિજાપુર તાલુકામાં આવેલા માલોસણ ગામે રહેતા સિદ્ધાર્થ બારોટ જે એજન્ટ તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

ફરિયાદીએ પોતાના મિત્ર દિનેશ પટેલ પાસેથી 20 લાખ કિંમતની ક્રેટા ગાડી પોતાના માટે લીધી હતી. બાદમાં 15 લાખ આપી બાકીના રૂપિયા 20 માસ પછી આપવાનો વાયદો કર્યો હતો. ફરિયાદીના મિત્ર દિનેશ પટેલે ફરિયાદીને આપેલી ગાડી લઇને જોટાણા પાસે સુજર ગામે ખોડિયાર માતાના દર્શન કરવા જવાનું કહેતા બે મિત્રો ગાડી લઈ નીકળ્યા હતા.

ફરિયાદી અને તેનો મિત્ર દિનેશ પટેલ અને દેવડ કરણ સિંહ સાથે 20 લાખની ક્રેટા ગાડીમાં સવાર થઈને દર્શન કરવા જતાં હતાં. એ દરમિયાન ખારા ગામ પહોંચતા બપોરે ગાડી પાછળ આવેલા બે બાઈક પર પાંચ ઈસમોએ ગાડી રોકાવી ચાવી પડાવી લીધી તેમજ દિનેશ પટેલ જોડે માથાકૂટ કરી હતી.

ત્યારબાદ ગાડીની લૂંટ કરી આ અજાણ્યા પાંચ લૂંટારું ત્યાંથી ફરાર થઇ ગયા સમગ્ર મામલે સાંઠલ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂંટ બાબતે ફરિયાદ નોંધી પોલીસે આરોપીઓ ને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી લાખોના મશીન અને સાધનોની ચોરી
Next articleનંદાસણ ગામે બે દિવસ પૂર્વે નજીવી બાબતમાં મારામારીનો સીસીટીવી આજે સામે આવ્યા, જેના આધારે નંદાસણ પોલીસે કાર્યવાહી હાથ ધરી