Home ગુજરાત જિલ્લા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત અંડર-૧૫ વયજૂથમાં ભાઈઓ અને બહેનો માટે પસંદગી...

જિલ્લા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત અંડર-૧૫ વયજૂથમાં ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન

18
0

(જી.એન.એસ) જૂનાગઢ,તા.૦૧

ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત હાઈટ આધારે અંડર-૧૫ વયજૂથમાં ભાઈઓ અને બહેનો (તા. ૦૧/૦૯/૨૦૦૯ પછી જન્મેલા) માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન છે. પસંદગી પ્રક્રિયા કાર્યક્રમ તા.૧૦/૦૯/૨૦૨૪, સવારે ૯.૦૦ વાગ્યાથી યોજાશે.

ઉંચાઈ માપદંડમાં ૧૨ વર્ષની ઉંમરના ભાઈઓ માટે ઉંચાઈ ૧૬૬+ સે.મી. બહેનો ૧૬૧+, ૧૩ વર્ષ ભાઈઓની ઉંચાઈ ૧૭૧+, બહેનો ૧૬૪+, ૧૪ વર્ષ ભાઈઓ ૧૭૭+, બહેનો ૧૬૯+ અને ૧૫ વર્ષની ઉંમરના ભાઈઓની ઉંચાઈ ૧૮૨+ અને બહેનોની ૧૭૧+ માપદંડ છે.

આ પ્રક્રિયામાં ભાગ લેવા માંગતા, મૂળ ગુજરાતના નિવાસી ખેલાડીઓ ભાઈઓ અને બહેનોએ જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડના પુરાવા સાથે નિયત દિવસે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ગાંધીગ્રામ, જૂનાગઢ મેંદરડા રોડ, કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલની પાછળ જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહેવું.

આ અંગેની વધુ વિગતો માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત વિકાસ કચેરીનો અથવા કન્વીનરશ્રીના સંપર્ક નં. ૮૫૧૧૫૦૧૯૬૯ અને ૮૨૦૦૧૪૧૪૮૩ પર સંપર્ક કરવો, તેમ જૂનાગઢ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field