Home મનોરંજન - Entertainment જિયા માણેકે મેકર્સની આ વાત માની હોત તો બની જાત ટીવીની સૌથી...

જિયા માણેકે મેકર્સની આ વાત માની હોત તો બની જાત ટીવીની સૌથી મોંઘી એક્ટ્રેસ

14
0

(GNS),26

ટીવીના મોસ્ટ પોપ્યુલર શો ‘સાથ નિભાના સાથિયા’ થી ફેમસ થયેલી જિયા માણેક આજે પણ દર્શકોની ફેવરિટ ‘ગોપી વહુ’ છે. જોકે પાછળથી તેના સ્થાને દેવોલિના ભટ્ટાચારજી આવી હતી, પરંતુ તે જિયા માણેક જેવી બિલકુલ બની શકી નહોતી. આ શોની ટીઆરપી ઘણી ઘટી ગઈ હતી, જ્યારે જિયા રાતોરાત શોમાંથી બહાર થઈ ગઈ હતી. જણાવી દઇએ કે જિયા લાંબા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે. જો કે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આજે પણ તેને લોકો ગૂગલ પર સર્ચ કરતા રહે છે અને તેના વિશે વધુને વધુ માહિતી મેળવવા ઇચ્છે છે. ‘સાથ નિભાના સાથિયા’ની પહેલી ગોપી વહુ જિયા માણેક 37 વર્ષની છે. પરંતુ તેની ક્યૂટનેસ તો હજુ પણ એવી જ છે. તે હજી પણ તેના લેટેસ્ટ ફોટોમાં ભોળી અને ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. ‘સાથ નિભાના સાથિયા’ની પહેલી સીઝન વર્ષ 2010માં ટેલિકાસ્ટ થઈ હતી, જે 2017માં પૂરી થઈ હતી. જીયા માણેક આ શોની શરૂઆતથી જ આ શોનો ભાગ હતી. આ શોમાં જિયાને ખૂબ જ સીધીસાદી અને સંસ્કારી વહુ તરીકે દર્શાવવામાં આવી હતી. જિયા આ શોમાં સૌની ફેવરિટ બની હતી. સાથે જ આ શો તેના કારણે ટીઆરપી લિસ્ટમાં ટોપ-5માં આવી ગયો હતો.

આ શોમાં જિયાએ લાંબા સમય સુધી કામ કર્યું અને લોકોનું દિલ જીતી લીધું. જોકે અચાનક 2012માં જ્યારે તેને ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ની ઓફર કરવામાં આવી ત્યારે તેને કંઇક અલગ કરવાની ઇચ્છા થઇ આવી. કહેવાય છે કે જ્યારે જિયા સંસ્કારી બહુનું પાત્ર ભજવીને કંટાળી ગઈ ત્યારે તેણે પોતાના કરિયરમાં આ શો દ્વારા મોટું રિસ્ક લીધું અને આ તેની સૌથી મોટી ભૂલ બની ગઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,’સાથ નિભાના સાથિયા’માં બે વર્ષ સુધી કામ કર્યા બાદ તેણે ‘ઝલક દિખલા જા’નું પ્લાનિંગ કર્યું ત્યારે શોના ડાયરેક્ટર નારાજ થઇ ગયા હતાં. સાથ નિભાના સાથિયાના મેકર્સ નહોતા ઈચ્છતા કે તે આ શો છોડીને બીજા શોમાં જાય. તેણે જિયાને શોમાં રાખવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તે મક્કમ રહી.

આખરે તે ‘સાથ નિભાના સાથિયા’ના મેકર્સની વિરુદ્ધ ગઈ અને ‘ઝલક દિખલા જા’ શો કર્યો. શોમાં જોડાયા બાદ જિયા થોડા દિવસો સુધી ઘણી ચર્ચામાં રહી હતી પરંતુ તે શોની અધવચ્ચે જ તે બહાર થઇ ગઇ હતી. આ શો બાદ તેની કરિયરનો ગ્રાફ ખૂબ જ ઘટી ગયો હતો. ‘સાથ નિભાના સાથિયા’માંથી બહાર થતાં જ તેનું કરિયર લગભગ બરબાદ થઈ ગયું હતું. જિયા ન તો ડાન્સ રિયાલિટી શોની વિનર બની શકી કે ન તો તેને ફરી ક્યારેય સીરિયલમાં લીડ રોલ મળ્યો. કહેવાય છે કે જો જિયાએ મેકર્સની વાત માની હોત તો આજે તે કંઈક બીજા જ લેવલ પર હોત. તે ટીવીની સૌથી શાનદાર અને મોંઘી એક્ટ્રેસ સાબિત થઇ હોત. જો કે તેના નસીબમાં કંઈક બીજું જ લખેલું હતું. આ સિવાય વર્ષ 2012માં જિયાના નામ પર વધુ એક વિવાદ ત્યારે જોડાયો જ્યારે તે પોતાની માતા અને કેટલાક મિત્રો સાથે એક ફેમસ હુક્કા રેસ્ટોરન્ટમાં ગઇ હતી. તે ત્યાં દરોડા દરમિયાન જોવા મળી હતી. આની અસર તેના કરિયર પર પણ પડી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈન્સ્ટાગ્રામ યુઝરે એક્ટરને “ગુટખા ખાઓ છો?..” પૂછતા એક્ટરે ચોખ્ખો જવાબ આપ્યો
Next articleઅમદાવાદમાં 15 ઓક્ટોબરે ભારત-પાક. મેચ અને નવરાત્રિમાં સુરક્ષા એ મોટો મુદ્દો, બીજી મેચમાં પડશે ફરક, જ્યારે તમામ હોટલ તો છે પહેલાથી બુક!..